Total Pageviews

Powered By Blogger

Saturday, August 5, 2017

રાજનીતિ કોને કેવાય,લોકો શું કામ રાજનીતિને ગંદી કહે છે.. સારા લોકો
રાજનીતિમાં કેમ નથી આવતા..વાત વાતમાં આપણે કેમ કોઇ ઘટનામા પણ દગો અથવા
છેતરપીંડી થાય તો તુંરત કહીએ છીએ કે રાજનીતિ થઇ ગઇ...આ રાજનીતિ બલા શું
છે.....એના પર મને પણ થયું કે ચાલો થોડી આપણે પણ મન કી બાત કરી લઇએ...
 રાજનીતિ સમજવા માટે આપણે  આપણા શાસ્ત્રો અને પુરાણોમાં જવું પડશે...તો
ચાલો થોડી પુરાણોમાં ડુબકી મારીએ... આપણા શાસ્ત્રો પ્રમાણે ચાર યુગ
છે..સતયુગ,દ્વાપરયુગ,ત્રેતા યુગ અને કલિયુગ...શાશ્ત્રો પ્રમાણે જોઇએ તો
અત્યારે કલિયુગ ચાલી રહ્યો છે...સતયુગ અને દ્વાપરયુગમાં વર્ણ દીઠ કામગીરી
સોંપાઇ હતી..ક્ષત્રીય હોય તે રાજ  કરે..અને રાજ કરનાર ક્ષત્રિયને રાજગાદી
પર બેસાડતા પહેલા તેને રાજધર્મ શીખવાડવામા આવે છે...તેણે ત્રૂષીમુનીઓના
આશ્રમમાં જઇ તેણે રાજધર્મ,આ સાથે જ ક્ષત્રિય ધર્મ શીખવાડવામાં આવતો...અને
બ્રામ્હણ રૂષીમુનીને લાગે કે હવે આ રાજધર્મ અને સાથે સાથે કોઠા યુદ્ધ
શીખી ગયો છે,ત્યારે જ એ રાજકુંવરને તેના રાજા પિતાને સોંપોતા...એ
જમાનામાં રૂષીમુની  કોઇ લખીને સર્ટીિફેકટ નહોતા આપતા પરંતુ એના મોઢામાંથી
નિકળેલ શબ્દને અક્ષરશ તેઓ મૃત્યુ પામે ત્યાં સુધી પાળતા હતા..અર્થાત
પોતાના વચન માટે જાનની પરવા નહોતા કરતા એટલા સિદ્ધાતિંક રુષીમુનીઓ
હતા..રાજા પોતાના પુત્રને રાજધર્મમાં પારંગત માટે રુષીમુનીઓ આશ્રમમાં
મુકી આવ્યા બાદ  રૂષીમુનીઓની આજ્ઞાનુ પણ અક્ષરસ પાલ કરતા
હતા...રૂષીમુનીઓના આશ્રમમાં જે રાજધર્મ કે જે અત્યારે રાજનીતિ તરીકે
ઓળખાય છે તે શીખવાડમાં આવતો તેમાં રાજાએ જો પોતાનો પુત્ર પણ ગુનેગાર ઠરે
તો તેને પણ સજા કરવાથી ડરવું નહી તેવું શીખવાડાતું આનો અર્થ એ થયો કે
પુત્ર પ્રેમ કરતા પણ રાજધર્મ મોટું છે...એટલે આજના બીગડી હુઇ ઓલાદનુ છેદ
ઉડી જાય..બીજુ કે રાજાએ જાતે પોતાના વિસ્તારમાં ગુપ્ત વેશે જઇને પ્રજાની
હાલાકી જાણીને રાજમાં સચ્ચાઇથી પ્રજાને મદદ થાય તે રીતે ધર્મના આધારે રાજ
ચલાવવું..જેથી રાજમાં કોઇના વ્હાલા દવાલાથી ખોટી પ્રજા દંડાય કે હેરાન ન
થાય અને રાજ લાબું ચાલે...આ રીતે ક્ષત્રિય ધર્મથી બહેનો દિકરીઓની રક્ષા
કરવી વગેરે શીખવાડવામાં આવતું...યુદ્ધના કોઠા,રણનીતિ તો ખરી જ....જો કે આ
તો એક ક્ષત્રિય ધર્મની વાત થઇ એ રીતે બ્રામ્હણને જ્ઞાન આપવાની કામગીરી
કરવાની ..તેમાં પણ સાચું અને સત્ય જ્ઞાન વિના સ્વાર્થે આપવાનુ..એટલે તેને
ગુરૂ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા...અને જે રાજા આનુ પાલન ન કરે તેનો
પતન થતું...રાજ કરવું એ માત્ર મોજ શોખ ન હતું પરંતુ તલવારની ધાર પર ચાલવા
જેવુ કઠીન હતું..કારણ કે કોઇ ખોટા વ્યકિતને ભૂલથી પણ સજા ન થાય અને સાચા
ગુનેગાર બચી ન શકે અને તે પણ ધર્મના આધાર પર એ સાચા રાજા માટે બહુ જ
જરૂરી બનતું...અને એટલે જ આવા રાજાઓના ઇતિહાસ રહ્યા છે....પરંતુ હવે સમય
બદલાયો...જો કે સમય તો દર 100 વર્ષે કે પછી ટેકનોલોજીનો ગ્રાફ ઉંચો જાય
તેમ બદલાતો જ જતો હોય પરંતુ તેની સાથે સાચા સિધ્ધાંતો અને મુલ્યો બદલાવા
ન જોઇએ...પરંતુ હવે સમયની સાથે સાથે માણસો મુલ્યોને પણ ભૂલી રહ્યા છે..દુ
ખ એ વાતનુ જ છે...અંગ્રેજોએ શું કામ આટવા વર્ષો ભારત પર રાજ કર્યું કારણ
કે આપણા જ લાલચુ લોકો આપણા રાજાઓની સાથે રહીને અંગ્રેજોને માહિતી આપતા
...પરંતુ અત્યારે ટેકનોલોજીની સાથે સાથે માણસ પણ બદલાઇ ગયો....આજે સૌથી
વધુ કોઇની જરૂર હોય આ દેશમાં તો એ મુલ્યોની છે...મુલ્ય હશે તો જ લોકો
ખરાબ કૃત્યો કરતા અટકશે...કોઇ પણ કાનુન માણસને ખોટું કામ કે કૃત્ય કરતા
રોકી નહી શકે ..હા એનાથી થોડે અંશે ફરક જરૂર પડે..પરંતુ જો એ મનુષ્યને
મુલ્યના પાઠ ભણાવવામાં આવે તો તે ખોટું કરતા ચોક્કસ ડરશે...ભગવાનનો ડર
એને જરૂર લાગશે...આજે જે રાજનીતિ થઇ રહી છે..તેમાં રાજધર્મ લેશ માત્ર પણ
નથી....આજેની રાજનીતિ એટલી છીછરી થઇ ગઇ છે કે સવારે કોઇ એક પક્ષમાં હશે
તો બપોર પછી તે વય્કિત બીજા પક્ષમાં હશે..આમાં કોઇ એક પક્ષ કે વય્કિતની
નીંદા કરવાનો આશય નથી..પરંતુ આજની રાજનીતિ કેટલી લાલચું થઇ ગઇ છે તેનો
મર્મ સમજાવવાનો પ્રયાસ કરવાનો છે...કોઇ એક પક્ષના નેતાઓને પોતાના કે બીજા
પક્ષના નેતાઓ સાથે સૈધ્ધાંતીક રીતે મનભેદ હોઇ શકે પરંતુ તે ક્યારેય નીચલી
કક્ષા સુધી ન જવા જોઇએ...જ્યારે આજે તો રાજનીતિ એટલી નીચલી કક્ષા સુધી
ચાલી ગઇ છે,કે સેવાનો ભાવ ઓછો અને સતા ભોગવવાનો ભાવ વધારે દેખાતો નજરે
પડે છે...હું ફરીથી કહેવા માંગું છું કે આ કોઇ એક પક્ષ કે વ્યકિતની નહી
પરંતુ ધીરે ધીરે બદલાઇ રહેલ રાજનીતિની ચાલ પર વાત કરી રહ્યા છીએ...આવી
રાજનીતિ ન માત્ર કોઇ એક વ્કિયત ,સમાજ કે રાજય પરંતુ દેશ માટે પણ ખતરનાર
સાબીત થઇ શકે છે..સતા માટે દ્રેષ રાખવો અથવા બીજાને ખતમ કરવો એ ભાવનાને
હોશીયારીમાં જો ખપાવવામાં આવતી હોય તો તેની પાછળ તૈયાર થઇ રહેલા
કાર્યકર્તાઓ કે જોઇ રહેલ જનતા જો આ જ અનુસરે તો એના પરીણામો ખુબ ભયંકર
આવે....એટલું જ નહી સમય હંમેશા બલવાન છે,આજે કોઇ એક બળવાન હશે તે આ
પદ્ધતી અપનાવશે..આવતી કાલે બીજો બળવાન થશે તો તે પણ એ જ પદ્ધતી
અપનાવશે...જેનો નુકશાન આમ જનતાએ ભોગવવો પડશે...રાજનીતિ એ ખોટું નથી પરંતુ
એમાં રાજધર્મ હોવો જરૂરી છે..નહી તો એ રાજનીતિથી માત્ર કૂટુંબ જ નહી
પરંતુ દેશને બરબાદીમાં ધકેલતા વાર નહી લાગે...રાજનીતિમાં એવા જ લોકોએ
આવવું જોઇએ કે જેને તન,મન અને ધનથી માત્ર લોકોની સેવા કરવી હોય...એવા
લોકોએ રાજનીતિમાં આવવું જ જોઇએ કે જેઓને ધન અને પદની લાલસા હોય...કારણ કે
આજે જનતા તો માફ કરી દેશે પરંતુ સેવાના બહાને રાજનીતિમાં આવેલ લોકો જો
જનતાનો જ ખરાબ કરશે તો તેને ભગવાનના દરબારમાં કયારેય માફી નહી મળે..અને
છેવટે એણે પોતાના કરેલ કર્મોને ભોગવવું જ પડશે...આથી એ રાજનીતિ તેને થોડા
સમય માટે ધન અને પદ અપાવી શકશે પરંતુ તેના ખરાબ કર્મોના કારણે એને બહુ
ભોગવવું પણ પડી શકે છે. એક નાનકડા ઉદા સાથે આજનો બ્લોગ પુરૂ કરીશ
..સમજનારા લોકોએ સમજી જવું...મહોમદ અલી  ઝીણાને પ્રધાનમંત્રી બનવાની
લાલસા એ પાકનુ સર્જન કર્યું પરંતુ ત્યાર બાદ ખુદ ઝીણાએ બીમારીના સમયે
કહેલું કે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ એ પાકનુ સર્જન છે...અને એ ઝીણાની
ભૂલ આજે ભારતનો દરેક નાગરીક અને જવાનો ભોગવી રહ્યા છે...અસ્તુ