Total Pageviews

Powered By Blogger

Monday, September 14, 2015


આંદોલનનો અંત કયારે  ?

ગુજરાતમાં પાટિદાર સહિત અન્ય સમાજના  આંદોલનને પગલે ધીરે ધીરે ગુજરાતની શાંત છબી ખરડાઇ રહી છે...રાજયમાં વિદેશીઓથી માંડીને વ્યાપાર અર્થે આવતા અન્ય રાજયોના લોકો પણ કયાક ને કયાક અશાંતિના ડર થી પોતાના કાર્યક્રમો રદ્દ કરી રહ્યા છે..હાલમાં જ વલ્ડ બેંકના આવેલા ડેટા પ્રમાણે દેશ ભરમાં વ્યાપાર અને મુડી રોકાણ માટે આદર્શ રાજય તરીકે પ્રથમ ક્રમે ગુજરાત નો નંબર આવ્યું। .પરંતુ આ ડેટા જ્યારે વલર્ડ બેંકે જાહેર કર્યા હતા..ત્યારે ગુજરાતમાં પાટિદારોની સીએમ સાથેની મુલાકાતને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો..જેને પગલે આ સમાચાર આંદોલનની જ્વાલામાં ઢંકાઇ ગયા હતા..જો કે આ સર્વે કદાચ આંદોલન પહેલા કરાયો હશે..પરંતુ જો હવે સર્વે કરાવવામાં આવે તો ગુજરાતનો નંબર આદર્શ મુડીરોકાણ માં પ્રથમ પાચમાં પણ ન આવે તેવુ બને....ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય છે...અને સાથે સાથે વ્યાપાર પ્રિય પણ...પરંતુ છેલ્લા બે મહિનાથી પાટિદાર આંદોલન બાદની પરિસ્થિતિએ ગુજરાતમાં મુડી પતિઓને વિચારતા કરી દીધા છે..એમા કોઇ શંકા નથી..
   પરંતુ પાટિદારોનુ આંદોલન કેમ બંધ નથી થતું?  તેવા સવાલો દરેક બિન પાટિદારને થતા હશે...એટલું જ નહી કેટલાક આગેવાન પાટિદારો પણ સતત આંદોલનની આંધીથી થઇ રહેલ સમાજને નુકશાન અંગે ચિંતા પણ વ્યકત કરી છે...પરંતુ તેઓ નવી પેઢીને સમજાવવવામાં ઉંણા ઉતરી રહ્યા છે..તેનુ કારણ કદાચ પાટિદારોનુ આંદોલન ટિવી અને છાંપાનુ આંદોલન બની ગયું એ હોઇ શકે..બીજી તરફ કેટલાક સતા લાલસુ બિલ્ડરો અને મોટા માથાઓ ફંડીંગથી માંડીને તમામ સ્તરે હાર્દિકને મદદ કરવાનુ બીડુ ઝડપ્યું છે..આથી બાવીસ વર્ષીય હાર્દિકના નામે તેઓ પાટિદાર આંદોલનને વેગવંતુ રાખવા માગી રહ્યા છે...હાર્દિકને પણ આ આંદોલન ઢીલું મુકવામાં કોઇ રસ નથી કારણ કે તેને દરરોજ લાખ્ખો રુપિયા દેતા ન મળે તેટલી પબ્લિસિટિ આ આંદોલનના કારણે મળી રહી છે..બીજી બાજુ હાર્દિકને એ પણ ખ્યાલ છે..કે જો આ આંદોલનને એક મહિના સુધી સતત જવિંત ન રાખુ તો તરત લોકોના મનમાં તે ભૂલાઇ જશે...આથી તે તેમના સાથીઓ સાથે દરરોજ નવા ગતકડા કરીને આંદોલનને ચાલુ રાખે છે..ગત રોજ મુખ્ય પ્રધાન સાથે હાર્દિક અને તેમની સાથેના કન્વીનરોની મુલાકાત થઇ જેમાં અનામત આપવા અંગેની કોઇ વાત થઇ નથી...તો હાર્દિક કયા મોઢે અનામત આપો તો જ આંદોલન બંધ કરીએ તેવી વાતો કરે છે...આથી એ સ્પષ્ટ થાય છે,કે હાર્દિક સહિત તેમના દરેક સાથીઓને એ ખબર છે કે આંદોલન અનામતના નામે ચાલે છે...અનામત ગુજરાત સરકાર તુરંત આપી શકે તે વાત માં માલ નથી..આથી તેઓ સીએમ સાથેની મુલાકાતમાં પોલિસ દમન સહિતના મુદ્દે ચર્ચા કરી મુલાકત કરવા ખાતર કરી...કારણ કે જો સીએમ એમ કહે કે અનામત અંગે પણ કેન્દ્રના ઓબીસી પંચ સમક્ષ  ગુજરાત સરકાર ખુદ રજૂઆત કરશે,..તો પછી આંદોલન સમેટી લેવું પડે..આથી હાર્દિકે અનામતને લઇને કોઇ ઠોસ ચર્ચા ન કરી..અને તેણે પોતાની દાંડી યાત્રા કે જેને એકતા યાત્રાનુ નામ આપીને કાઢવાની જાહેરાત પણ કરી દીધી।..મતલબ સાફ છે..કે કોઇ પણ ભોગે આંદોલલને જિવંત રાખીએ જેથી ટીવી અને છાપામાં ભરાઇ ભરાઇને તેમને સ્થાન મળે...જો આ પ્લાન મુજબ ગણિત શાસ્ત્રના આંકડા પ્રમાણે ગણતરી કરીએ તો દાંડી બાદ હાર્દિક ફરી સરદારના સ્ટેચ્યુ સુધી ચાલીને જવાની પણ જાહેરાત કરી શકે છે..કારણ કે આંદોલનના નામે હાર્દિકને હાલ ઘણા ફુલ મળી શકે તેમ છે..અને આ જ કારણ છે,કે અનામતના નામે શરૂ થયેલ આંદોલન બંધ થવાનુ નામ નથી લેતું।....પાટિદારોનુ આ આંદોલન એટલા માટે વેગવંતુ બન્યુ છે,કે એક તો સ્થાનિક સ્વારજયની ચૂુંટણીઓ આવી રહી છે.બીજી બાજુ જે પણ નેતા કે બીલ્ડરો સહિતના મોટા માથા આંદોલનને સમર્થન કરે કે તુરંત તેઓ પણ હીરો બની જાય છે..આથી વગર ખર્ચે આકાશી ઉડાન કોને ન ગમે..સામે પક્ષે સરકાર એવી છે,કે જેમાં મોટા ભાગે પાટિદાર આગેવાનો છે.અને તેઓ પોતાના સમાજ પર એ હદે બદલાની ભાવના રાખે એમા માલ નથી..આથી મોસાળે જમણવાર હોય અને મા પિરસનારી હોય તેવો ઘાટ હાલ ગુજરાતના પાટિદાર આંદોલન પાછળ જોવા મળી રહ્યો છે..આથી આ આંદોલન આવનારા દિવસોમાં સદંતર બંધ થાય તેવુ લાગતુ નથી...ખેર ગુજરાતની બીજી ઘણી એવી સમસ્યાઓ છે,કે જેમાં દુષ્કાળની પરિસ્થિતિ ,ખેડૂતોના બેહાલ,આર્થિક નુકશાન,સમાજમાં દ્રેષ ભાવનામાં વધારો સહિતના મુદ્દાઓ વધી રહ્યા છે..છતાં ઘણા લોકો માટે પાટિદાર આંદોલન કેરીયર બનાવી દેવાનો લ્હાવો છે, અને આથી તેઓ એ દિશામાં આગળ વધી રહ્યા છે. ।