Total Pageviews

Powered By Blogger

Monday, May 2, 2011

अनु नाम खुमारी कहेवाय--

મિત્રો ખુમારી કોને કહેવાય એ જાણવું હોય ને તો આપણે અપણા ઈતિહાસ માં જવું પડે, વરસો પહેલાની વાત છે ,જુનાગઢ થી નવાબ ફરવા માટે નીકળે છે,રસ્તા માં વનવગડા માં ચારણ માલધારી પોતાની ભેસુ ને ચારતા ચારતા દુહા અને છંદ ગાય છે,જે નવાબ ને પૂરું સાંભળ્યું નહિ પરંતુ એનો સાદ સાંભળી પોતાનો રશાલો ઉભો રાખવા દીધો ,અને તેના સૈનિકો ને હુકમ કર્યો કે આ કોણ ગાય છે તેને કચેરી માં બોલાવવા માં આવે,અને નવાબ ના સૈનિકો ચારણ ને કચેરી માં બોલાવી લાવેછે,નવાબે ચારણ ને હુકમ કર્યો કે તમે હમણાં વનવગડા માં ગાતા તા એ છંદ ગાઓ,ચારણ એ કહ્યું કે માફ કરજો મહારાજ પણ મારું માથું દુખે છે,નવાબે કહ્યું કે તમે માંગો એટલી કોરી(રૂપિયા)અપૂ,ચારણ એ કહ્યું મહારાજ વાત બધી સાચી પણ મારું માથું દુખે એટલે છંદ નહિ ગવાય,નવાબ ઢીલા પડી ગયા અને ફરી કયું કે હું મારા દશ ગામનું પરગણું તમને અપુછું જાવ છંદ ગાઓ,ત્યારે ચારણ થી રહેવાયું નહિ અને તેમને કહ્યું મહારાજ તમે દશ તો સુ તમારા નવસો ને નાવનું પાદર (ગામ)આપી દ્યો ને તો પણ મારું માથું દુખે છે હું ન ગાઈ સકું,મિત્રો ત્યારે નવાબે છેલી વાર ચારણ ને પુછુ હતું કે ચારણ હવે ગાવ નહિ તો કઈ નહિ પરંતુ એટલું કેતા જાવ કે તમે વનવગડામાં છંદ ગાતા હતા અને આજે નવાબ ની કચેરી માં કેમ નથી ગાતા,ત્યારે ચારણ એ જવાબ આપ્યો હતો કે તો સાંભળો મહારાજ હું મારા આતમ રાજા ને (આત્મા)ને રીજવવા માટે ગાતો તો નવાબ ને રીજવવા માટે નહિ-આનું નામ ખુમારી કહેવાય----આજે ગણતરી ની નોટો માં ચાપલુસી કરતા લોકો એ ઈતિહાસ પર નજર નાખવાની જરૂર છે.....જય માતાજી(સોનલ માતાજી ની પ્રિય વાણી માંથી સાભાર)