Total Pageviews

Powered By Blogger

Tuesday, August 25, 2015

isudan gadhvi

Monday, August 24, 2015

isudan gadhvi

Sunday, August 23, 2015

isudan gadhvi

Thursday, August 20, 2015

isudan gadhvi

Saturday, August 8, 2015

follow me on twitter 

Monday, August 3, 2015

સંસદમાં ગુજરાત વાળી?

યુપીએ સરકારમાં લોકસભાના સ્પીકર મીરા કુમારને શાંત હો જાઇએ શાંત હોય જાઇએ કહી સાંસદોને શાંત રાખતા નિહાળ્યા હતા...મીરા કુમારના આ શબ્દો દેશભરની યુવા પેઢીના મોઢે સાંભળવા મળતા હતા કે જોઓ સંસદમાં રસ લઇને સંસદના કામકાજને જોતા હતા....જો કે આજે સંસદમાં એ ઘડી આવી છે,કે સંસદમાં કોંગ્રેસના એક સાથે 25 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે...વિપક્ષ હંગામો કરે અને મોદી સરકાર શાંખી લે એવુ બને જ કઇ રીતે....કારણ કે ગુજરાતમાં મોદી શાસનના છેલ્લા દસ વર્ષમાં વિપક્ષ હંગામો કરે કે તરત વિધાનસભાની બહાર કાઢી નાખવાની પરંપરા નરેન્દ્ર મોદીએ પાડી હતી...અને ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે મેં મારા બ્લોગમાં આવી પરિસ્થિતિ દિલ્હીમાં પણ થવાના એંધાણ આપ્યા હતા..ત્યારે કેટલાક રાજકિય માંધાતાઓએ એ ગુજરાત નથી દિલ્હી છે,તેવુ કહી મોદીની સ્ટ્રેટેજીને જાણવા છતાં અજાણ બન્યા હતા..પરંતુ સાંસદોના વારંવારના હંગામાને કાયમી દુર કરવા માટે નરેન્દ્ર મોદીએ એક બેઠક ગત રોજ લીધી હતી.જેમાં સ્પષ્ટ રીતે રણનિતી ઘડવામાં આવી હતી.જેમાં સુમીત્રા મહાજનને એક લીટીમા કહી દેવામાં આવ્યું હતું કે હંગામો કરનારને સંસદની બહાર કાઢી નાખવા..જો કે સુમીત્રાજી માટે કદાચ આ સ્થિતિ નવી હશે પરંતુ જેમણે ગુજરાતની વિધાનસભા જોઇએ છે,તે શાસક અને વિપક્ષના સભ્યો આ રણનિતીને ખુબ જ નજીકથી જોઇ છે..ગુજરાતમાં છેલ્લા દિવસે કેગનો રીપોર્ટ મુકાય..વિપક્ષ ગુજરાતની કોઇ પણ પરિસ્થિતિ પર હંગામો કરે તે તુરંત તેને વિધાનસભાની બહાર કાઢી નાખવું ..એ રોજનુ બની ગયું હતું...પરંતુ હવે મોદી સરકારે દિલ્હીમાં પણ વિપક્ષોને બાહરના રસ્તા દેખાડ્યા છે..કદાચ કામ ન કરવા દઇ હગામો કરનારાઓને સીધા રાખવા માટેનો આ સરળ રસ્તો હશે પરંતુ જો તેમાં હીટલરશાહી પેસી જાય તો સંસદ અને લોકશાહીનો હનન થતા પણ વાર નહી લાગે....તો માત્ર દેશમાં મોદીશાહી રહેશે....

આપના વ્યુઝ આવકાર્ય છે...

Wednesday, July 22, 2015


આરક્ષણ એટલે કોનું રક્ષણ ?
રાજયમાં મુખ્ય પ્રધાન પટેલ છે,શાસક પાર્ટી ભાજપના અધ્યક્ષ પટેલ છે,નાણાં પ્રધાન સહિત મોટા ભાગની મિનિસ્ટ્રી પટેલોથી ભરેલી છે...સૌથી વધુ દાન આપી મંદિરો પર કબજો પટેલોએ જમાવ્યો છે...રાજયમાં સૌથી ઉચાં હોદ્દાઓ પર પટેલોનુ રાજ છે...તેમાંય ખાસ કરીને રાજકારણ...હવે પટેલો આરક્ષણની માંગ કરી રસ્તા પર રેલીઓ કાઢી છે..થોડા સમય પહેલા સમુદ્ધ  જ્ઞાતી જૈન કેન્દ્રમાં પોતાના વર્સસ્વના કારણે કોઇ પણ વિરોધનો સુર વ્યકત કર્યા વગર સિધી લધુમતીની જાહેરાત કરાવી સૌ જ્ઞાતીઓને ચોંકાવી દીધા હતા,..દેશમાં મુસ્લિમ,શીખ ,પારસીની સાથે હવે જૈનો પણ લધુમતિના દરજ્જામાં આવી ભારતની વાણી સ્વાતંત્ર્ય અને બિનસાંપ્રકદાયિતાની છાપનો લાભ લીધો....હું સ્પષ્ટ પણે માનું છું કે આરક્ષણ હોવું જોઇએ...પણ આરક્ષણ કોને મળવું જોઇએ એના પર વિવાદ છે...આપણા વોટવાદી નેતાઓ આરક્ષણના નામે લોકોને પછાત કરી રહ્યા છે.....આરક્ષણ આપવાના લઇને રાજસ્થાનમાં પણ ગુર્જરોએ પણ ખુબ આંદોલનો કર્યા છે.....સવાલ એ છે,કે આરક્ષણની બલાની શરૂઆત ક્યાંથી થઇ...

  ભારત દેશ આઝાદ થયો ત્યારે ઘણી જ્ઞાતીઓ આર્થિક રીતે પછાત હતી...તેમને ટેકો મળી રહે તે માટે આરક્ષણનો લાભ આપવાનુ નક્કી કરાયું હતું..પરંતુ ત્યાર બાદ આરક્ષણ એ સ્વાર્થી નેતાઓની વોટબેંક બની ગઇ...આજે ઓબીસી,એસસી,એસટી સહિતનુ આરક્ષણ છે...પરંતુ આપણા દેશમાં હવે જ્ઞાતી વાઇસ આરક્ષણની જરૂર નથી..કારણ કે આજે એસસી જ્ઞાતીના આઇએએસ અધિકારીના પુત્રને આરક્ષણની શી જરૂર પડે? જ્યારે ગામડામાં રહેતા આર્થિક રીતે નબળા બ્રામ્હણના દિકરાને જનરલમાં રાખીને તેમનો હક્ક શુ કામ છીનવીએ..એવો સવાલ કોઇ નેતાને આવતો નથી,એવુ નથી ...પરંતુ તેઓ એવું કરવા માંગતા નથી..કારણે કે જ્ઞાતી વાઇસ આરક્ષણ રાખીને તેઓ પોતાની વોટબેંકથી જનતાને પછાત કરી રહ્યા છે....આજે દેશમાં આર્થિક રીતે નક્કી કરીને આરક્ષણ આપવાની જરૂર છે..નહી કે જ્ઞાતી વાઇસ...એક દાખલો જોઇએ તો ગુજરાતના મુખ્ય પ્રધાન પટેલ છે..જો પટેલોને આરક્ષણ આપવામાં આવે તો તેમના દિકરાને આરક્ષણ મળી જાય..જે ખરેખર જરૂર નથી...બીજી બાજુ ગુજરાતમાં એવા કેટલાય એસસી અને એસટી ઉચ્ચ અધિકારીઓ છે,કે જેઓની સંપતી કરોડોમાં છે...તેઓના સંતાનોને આરક્ષણની શી જરૂર છે...ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે આરક્ષણને ભાગલાવાદી નહી પરંતુ સાચી રીતે સાર્થક થાય તે માટે આર્થિક રીતે નબળા હોય પરંતુ કોઇ પણ જ્ઞાતીના હોય તેઓને આરક્ષણ આપવું જોઇએ.....પરંતુ લાખ ટકાની વાત એ છે કે આવો  વોટબેંકને જતી કરવાનુ અળખામણું  નિર્ણય લે કોણ?