Get social and current affairs and deep analysis with me from the bottom of my heart...as a Editor of Vtv news channel and passionate with helping people about their key issues, I always prefer to highlight the major issues which can bring fruitful results in the favor of People. I consider love and respect of peoples as my Awards for lifetime. I am Here for the People, To the People and always stand by your side.
Friday, August 28, 2015
શું આંદોલન કોઇનુ હાથું બન્યું ?
શું આંદોલન કોઇનુ હાથું બન્યું ?
ગુજરાતમાં 2002 બાદ શાંતિ હણાતી નિહાળી....જનતાનો અવાજ અલગ અંદાજમાં જોવા મળ્યો...ગુજરાતીઓ ગુજરાત મટી,પાટીદાર,ઠાકોર ,ઓબીસી,બ્રા્મહણ,ક્ષત્રિય અને લોહાણા બનતા જોયા...કયાંક અપણા પણું ખુટી રહ્યું હોવાનો અહેસાસ થયો....અનામતનુ આંદોલન પાટિદારોએ છેડયુ..કદાચ તેમની માંગણી જાયજ હોઇ શકે....કારણ કે કેટલાય પાટીદાર યુવાઓ નોકરીમાં કે એડમિશનમાં પોતાને જનરલ કેટેગરીના કારણે વંચિત થતું જોઇ વ્યથા અનુભવી હશે...અને એટલે જ કદાચ આંદોલનમાં યુવાઓ વધુ જોડાયા...જો કે અનામત પાછળના કારણો જાણવાની દરેક પાટિદારે તસ્દી ન લઇ આંદોલનનો માર્ગ અપનાવ્યો..બીજી બાજુ ઠાકોર અને ઓબીસી સમાજ પાટિદારોની સામે પડવાના પ્લાન કરી માહોલ બગાડવાનુ શરુ થયું..જો કે આંદોલન અહિંસક ચાલી રહ્યું હતું...આંદોલનમાં જોડાયેલ લાખ્ખો પાટિદારો અંહિસક વૃતીથી આગળ વધી રહ્યા હતા..તો પછી હિંસક પ્રવૃતીઓ કેમ ફેલાઇ એ સવાલ પાછળ સીધો જવાબ આવે કે હાર્દિકની અટકાયત થઇ અને હિંસા ફાટી નીકળી...પરંતુ આંદોલનના દરેક તબક્કાનો અભ્યાસ કરી હું માનું છું કે આદોલન અહિંસક જ હતું..લાખ્ખોની સંખ્યામાં આવેલ પટેલોએ પોતાનો શકિત પ્રદર્શન કરી પરત પોતાના ગામ તરફ ફરી રહ્યા હતા..પરંતુ ઓચિંતા પોલિસની શંકાસ્પદ ભૂમિકાથી સમગ્ર માહોલ ખરાબ થવાની સંભાવના થઇ...શું આ આંદોલન શાંતિ પુર્વક ચાલી રહ્યું હતું તેને અહિંસક બનાવવા પાછળ કોઇનો હાથ તો નથી ને? જબાવ વિચાર માંગી લે તેમ છે..કારણ કે પાટિદાર શાંત હતા...ઠાકોર સહિતની જનતા શાંત હતી..ખુદ મુખ્ય પ્રધાને પણ શાંતિ રાખી કામ આગળ ધપાવવાની વાત કહી હતી...તો પોલિસ કોના આદેશ થી ગુડાગર્દી..હા હું ફરીથી કહું છું કે ગુંડાગર્દી કરી..કારણ કે પોલિસના સીસીટીવી ફુટેજ અને વિડીયો જોઇને ચોક્કસ એવું લાગે કે પોલિસ રક્ષા માટે નહી પરંતુ પાટિદારોને ઉશેકરવા માટે રસ્તા પર પડેલી ગાડીઓ તોડી હતી...આ કારણે પાટિદારો રોષે ભરાયા...સાથે સાથે પાટિદાર આંગેવાનોના નિવેદનો પણ ક્યાંક ને ક્યાંક રોષની લાગણી વધારી હતી...ગુજરાતમાં 2002માં હીન્દુ અને મુસ્લીમોનોના દંગાઓ પછી 2015માં બે હીન્દુ ભાઇઓ જ રસ્તા પર એક બીજાને મારવા માટે ઉતરી આવ્યા હતા...જોત જોતામાં દશ જેટલા ગુજરાતના લાલ દુનિયાથી વિખુટા પડી ગયા...એખ બાપુનગરમાં રહેતા શ્રતાંગ તો તેના માતા પિતાનો એક નો એક દિકરો હતો..આજે પસાચી વટાવી ચુકેલા માતાપિતાનો વંશજ એક ઘડીમાં લુંટાઇ ગયું....એટલું જ નહી સુખી જિંદગી જીવતા માતા પિતાને એકનો એક દિકરો જિંદગી છોડી જતાં માત્ર હવે મોત એમનાથી દુર છે એટલો રંજ તેમના ચહેરા પર દેખાય છે...કયા આંદોલનનો ભોગ આ નિર્દોષ બની રહ્યા છે...હું કોઇ જાતિ કે જ્ઞાતિ કે લધુમતીઓનુ વિરોધી નથી..કે નથી કોઇની ખોટી તરફેણ કરવી પરંતુ જે પરિસ્થિતિનો નિર્માણ થયું છે..જેમાં ગુજરાતના દશ જેટલા સપુતો માત્ર કેટલાક લોકોની લાલસાઓના કારણે ભોગ બન્યા છે...આપણે ભલે શહિદોનુ નામ આપીએ પરંતુ એ શહિદ થયેલાના પરિવારની જિંદગીઓ વિશે કોઇએ વિચાર્યું છે..? આજે ગુજરાતમાં તોફાનો થયા..એ તોફાનો પાટિદાર સમાજ કરવા નહોતો માંગતો..જેઓ લાખ્ખોની સંખ્યામાં જીએમડીસી ગ્રાઉન્ડ પર પહોચ્યા હતા..એ કોઇની જાન લેવા કે ગુમાવવા નહોતા આવ્યા..તેઓ પોતાની લાગણી પહોંચાડવા આવ્યા હતા..તો પછી આંદોલન શાંતીથી સમેટાઇ ગયું હતું,તો હિસાઓ કેમ ફાટી..?કારણ કે આ હિંસાઓ પાછળ કોઇ મોટા ગજ્જાના માણસનો હાથ હોવાની સંભાવના ને નકારી શકાતી નથી...શું પાટિદાર સમાજ કોઇનો હાથ્થો બન્યો છે...? શું પોલિસ પણ સીએમની જગ્યાએ કોઇ બીજાના આદેશ માનીને પાટિદારોને ઉશ્કેરવાનો કામ કર્યું હતું ?...આવા ઘણા સવાલો ગુજરાતની હિસા મામલે ઉભા થઇ રહ્યા છે....એક વાત એવી પણ આવે છે..કે આનંદીબહેન પટેલની સરકારને ઉથલાવવા માટે આ અગાઉ પણ અફવાઓ ફેલાવવા સહિત નાના નાના તોફાનો કરવાના પ્રયાસો પણ થયા હતા...તો શું આ પાટિદાર સમાજને પણ ઉશ્કેરવા પાછળ કોઇનો હેતુ રહેલો છે..?..જો આવુુ જ હોય તો આગામી સમયમાં ઠાકોર અને પાટિદારો વચ્ચે ઝગડાઓ નહીં થાય તેની શી ગેરંટી છે..? શું ગુજરાતની શાંતિને કોઇ પોતાના લાભ માટે હણવા માગી રહ્યું છે..? આવા ઘણા સવાલો આજે દરેકના હોઠ પર છે...ત્યારે આંદોલનના નામે દશનો ભાગ લેવાઇ ગયો છે..હવે ભગવાનને પ્રાથના કરીએ કે કોઇ પણ નિર્દોષ આનું ભોગ ન બને....છતાં મનુષ્ય તરીકે આપણી પણ ફરજ બને છે..કે આંદોલનમાં હિંસા ન થાય..અથવા તો જે કરી રહ્યા હોય તેમને સાથ ન આપીએ...કારણ કે ગુજરાતમાં અત્યારે ભાઇ ભાઇ ઝગડી રહ્યા છે...હવે પાકિસ્તાને અહી આંતકવાદીઓ મોકલવાની જરૂર નથી..એવા આપણે લોહી તરસ્તા બની ગયા છીએ ?...માંગ દરેક સમાજની હોઇ શકે છે...સરકારની નિષ્ફળતા પણ હોઇ શકે છે..કારણ કે સરકાર શિક્ષણ અને આરોગ્યને એ હદે મોંઘું કરી નાખ્યું છે..કે આંદોલન પાછળના સર્વેમાં ક્યાકને ક્યાંક આ બે મુદ્દાઓ જ સામે આવ્યા છે...સરકારે પણ વિચારવું ઘટે..બીજી બાજુ દરેક સમાજે પણ પોતે જે કરી રહ્યું છે..તે માટે વિચારવું ઘટે.....છેલ્લે એક લાઇન સાથે બ્લોગને પુરૂ કરુ તો...દુસરોં કી પહચાન વહી દેતૈ હૈ જીસકો અપને દમ પર યકિન ન હો......અસ્તુ

Tuesday, August 25, 2015
Monday, August 24, 2015
Sunday, August 23, 2015
Subscribe to:
Posts (Atom)