આરક્ષણ એટલે કોનું રક્ષણ ?
રાજયમાં મુખ્ય પ્રધાન પટેલ છે,શાસક પાર્ટી ભાજપના અધ્યક્ષ પટેલ છે,નાણાં પ્રધાન સહિત મોટા ભાગની મિનિસ્ટ્રી પટેલોથી ભરેલી છે...સૌથી વધુ દાન આપી મંદિરો પર કબજો પટેલોએ જમાવ્યો છે...રાજયમાં સૌથી ઉચાં હોદ્દાઓ પર પટેલોનુ રાજ છે...તેમાંય ખાસ કરીને રાજકારણ...હવે પટેલો આરક્ષણની માંગ કરી રસ્તા પર રેલીઓ કાઢી છે..થોડા સમય પહેલા સમુદ્ધ જ્ઞાતી જૈન કેન્દ્રમાં પોતાના વર્સસ્વના કારણે કોઇ પણ વિરોધનો સુર વ્યકત કર્યા વગર સિધી લધુમતીની જાહેરાત કરાવી સૌ જ્ઞાતીઓને ચોંકાવી દીધા હતા,..દેશમાં મુસ્લિમ,શીખ ,પારસીની સાથે હવે જૈનો પણ લધુમતિના દરજ્જામાં આવી ભારતની વાણી સ્વાતંત્ર્ય અને બિનસાંપ્રકદાયિતાની છાપનો લાભ લીધો....હું સ્પષ્ટ પણે માનું છું કે આરક્ષણ હોવું જોઇએ...પણ આરક્ષણ કોને મળવું જોઇએ એના પર વિવાદ છે...આપણા વોટવાદી નેતાઓ આરક્ષણના નામે લોકોને પછાત કરી રહ્યા છે.....આરક્ષણ આપવાના લઇને રાજસ્થાનમાં પણ ગુર્જરોએ પણ ખુબ આંદોલનો કર્યા છે.....સવાલ એ છે,કે આરક્ષણની બલાની શરૂઆત ક્યાંથી થઇ...
ભારત દેશ આઝાદ થયો ત્યારે ઘણી જ્ઞાતીઓ આર્થિક રીતે પછાત હતી...તેમને ટેકો મળી રહે તે માટે આરક્ષણનો લાભ આપવાનુ નક્કી કરાયું હતું..પરંતુ ત્યાર બાદ આરક્ષણ એ સ્વાર્થી નેતાઓની વોટબેંક બની ગઇ...આજે ઓબીસી,એસસી,એસટી સહિતનુ આરક્ષણ છે...પરંતુ આપણા દેશમાં હવે જ્ઞાતી વાઇસ આરક્ષણની જરૂર નથી..કારણ કે આજે એસસી જ્ઞાતીના આઇએએસ અધિકારીના પુત્રને આરક્ષણની શી જરૂર પડે? જ્યારે ગામડામાં રહેતા આર્થિક રીતે નબળા બ્રામ્હણના દિકરાને જનરલમાં રાખીને તેમનો હક્ક શુ કામ છીનવીએ..એવો સવાલ કોઇ નેતાને આવતો નથી,એવુ નથી ...પરંતુ તેઓ એવું કરવા માંગતા નથી..કારણે કે જ્ઞાતી વાઇસ આરક્ષણ રાખીને તેઓ પોતાની વોટબેંકથી જનતાને પછાત કરી રહ્યા છે....આજે દેશમાં આર્થિક રીતે નક્કી કરીને આરક્ષણ આપવાની જરૂર છે..નહી કે જ્ઞાતી વાઇસ...એક દાખલો જોઇએ તો ગુજરાતના મુખ્ય પ્રધાન પટેલ છે..જો પટેલોને આરક્ષણ આપવામાં આવે તો તેમના દિકરાને આરક્ષણ મળી જાય..જે ખરેખર જરૂર નથી...બીજી બાજુ ગુજરાતમાં એવા કેટલાય એસસી અને એસટી ઉચ્ચ અધિકારીઓ છે,કે જેઓની સંપતી કરોડોમાં છે...તેઓના સંતાનોને આરક્ષણની શી જરૂર છે...ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે આરક્ષણને ભાગલાવાદી નહી પરંતુ સાચી રીતે સાર્થક થાય તે માટે આર્થિક રીતે નબળા હોય પરંતુ કોઇ પણ જ્ઞાતીના હોય તેઓને આરક્ષણ આપવું જોઇએ.....પરંતુ લાખ ટકાની વાત એ છે કે આવો વોટબેંકને જતી કરવાનુ અળખામણું નિર્ણય લે કોણ?
No comments:
Post a Comment
very nice