Total Pageviews

Powered By Blogger

Monday, August 3, 2015

સંસદમાં ગુજરાત વાળી?

યુપીએ સરકારમાં લોકસભાના સ્પીકર મીરા કુમારને શાંત હો જાઇએ શાંત હોય જાઇએ કહી સાંસદોને શાંત રાખતા નિહાળ્યા હતા...મીરા કુમારના આ શબ્દો દેશભરની યુવા પેઢીના મોઢે સાંભળવા મળતા હતા કે જોઓ સંસદમાં રસ લઇને સંસદના કામકાજને જોતા હતા....જો કે આજે સંસદમાં એ ઘડી આવી છે,કે સંસદમાં કોંગ્રેસના એક સાથે 25 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે...વિપક્ષ હંગામો કરે અને મોદી સરકાર શાંખી લે એવુ બને જ કઇ રીતે....કારણ કે ગુજરાતમાં મોદી શાસનના છેલ્લા દસ વર્ષમાં વિપક્ષ હંગામો કરે કે તરત વિધાનસભાની બહાર કાઢી નાખવાની પરંપરા નરેન્દ્ર મોદીએ પાડી હતી...અને ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે મેં મારા બ્લોગમાં આવી પરિસ્થિતિ દિલ્હીમાં પણ થવાના એંધાણ આપ્યા હતા..ત્યારે કેટલાક રાજકિય માંધાતાઓએ એ ગુજરાત નથી દિલ્હી છે,તેવુ કહી મોદીની સ્ટ્રેટેજીને જાણવા છતાં અજાણ બન્યા હતા..પરંતુ સાંસદોના વારંવારના હંગામાને કાયમી દુર કરવા માટે નરેન્દ્ર મોદીએ એક બેઠક ગત રોજ લીધી હતી.જેમાં સ્પષ્ટ રીતે રણનિતી ઘડવામાં આવી હતી.જેમાં સુમીત્રા મહાજનને એક લીટીમા કહી દેવામાં આવ્યું હતું કે હંગામો કરનારને સંસદની બહાર કાઢી નાખવા..જો કે સુમીત્રાજી માટે કદાચ આ સ્થિતિ નવી હશે પરંતુ જેમણે ગુજરાતની વિધાનસભા જોઇએ છે,તે શાસક અને વિપક્ષના સભ્યો આ રણનિતીને ખુબ જ નજીકથી જોઇ છે..ગુજરાતમાં છેલ્લા દિવસે કેગનો રીપોર્ટ મુકાય..વિપક્ષ ગુજરાતની કોઇ પણ પરિસ્થિતિ પર હંગામો કરે તે તુરંત તેને વિધાનસભાની બહાર કાઢી નાખવું ..એ રોજનુ બની ગયું હતું...પરંતુ હવે મોદી સરકારે દિલ્હીમાં પણ વિપક્ષોને બાહરના રસ્તા દેખાડ્યા છે..કદાચ કામ ન કરવા દઇ હગામો કરનારાઓને સીધા રાખવા માટેનો આ સરળ રસ્તો હશે પરંતુ જો તેમાં હીટલરશાહી પેસી જાય તો સંસદ અને લોકશાહીનો હનન થતા પણ વાર નહી લાગે....તો માત્ર દેશમાં મોદીશાહી રહેશે....

આપના વ્યુઝ આવકાર્ય છે...

No comments:

Post a Comment

very nice