Get social and current affairs and deep analysis with me from the bottom of my heart...as a Editor of Vtv news channel and passionate with helping people about their key issues, I always prefer to highlight the major issues which can bring fruitful results in the favor of People. I consider love and respect of peoples as my Awards for lifetime. I am Here for the People, To the People and always stand by your side.
Saturday, April 15, 2017
Thursday, April 13, 2017
બાપુની મહેક
છેલ્લા ત્રણ વર્ષથી મારા સ્વર્ગસ્થ પિતાશ્રી પર થોડું લખવાનુ વિચારતો
હતો.. વ્હાલથી બાપુ કહેતો હતો...પરંતુ કાગબાપુના દુહાની જેમ (મોઢે બોલુ
માં,તો સાચેજ નાનપણ સાંભરે પણ મોટપ કેરી મજા મુને કડવી લાગે કાગડા.)
જ્યારે જ્યારે હું બાપુને સંભારું એટલે આંખમાંથી આસુંની ધારા થાય..અને
લખવાનુ માંડી વાળતો..15 એપ્રીલ 2014 ની એ સાંજ મારી મોજીલી જિંદગીમાં એક
એવો ખાલીપો કરી દીધો જેની ભરપાઇ હું જીવીશ ત્યાં સુધી નહી થાય..નવેમ્બર
2013માં બાપુની વર્ષો જુની પથરીની તકલીફ વધી અને આખરે મારા મિત્ર મહેશ
મોડને દ્વારા અમારા બીજા મિત્ર ડૉ જયદીપ ગઢવીને બતાવવાનુ નક્કી
કર્યું...કિડનીમાં વર્ષો જુની પથરીએ મોટું સ્વરુપ ધારણ કર્યું હતું...અને
ચાર મહિનામાં તો એ તકલીફએ વિકરાળ રુપ લીધો..15 એપ્રીલની સાંજે બાપુની
નાદુરસ્ત તબીયતને પગલે હું ગામડે મારા આખ્ખા પરીવાર સાથે બાપુની બાજુમાં
બેઠો હતો..અચાનક બાપુએ ધીરેથી મને સાદ કર્યો..હું બાપુ પાસે ગયો..પણ હું
આંખમાં આસું રોકી ન શકયો.કારણ કે બાપુએ મને આંખથી એવો ઇશારો કર્યો કે
જાણે મને એમ કહ્યું કે બસ બેટા હું ઉપર જાઉં છું...જો કે ધીરેથી મારો હાથ
એમના હાથમાં લીધો ...પણ મારી આંખમાં આસું જોતા જ તે કશું કહેવા માંગતા
હતા એ ના કીધું...થોડી વાર પછી ફળીયામાથી અંદર લઇ જવા જણાવ્યું...મારો
નાનો ભાઇ ભરત બાપુને રુમમાં અંદર લઇ ગયો...પણ એ પહેલા એમણે મને ધીરેથી
બધાનુ ધ્યાન રાખજે એ શબ્દો કહી દીધા..સાંજ ઢળી રહી હતી...જેના નામથી
આસપાસના દશ ગામો માન અને મોભાથી બોલાવતા હતા.એવા ખેરાજ જામ આજે જિંદગીને
સંકેલવાની તૈયારી કરી લીધી હતી..બાપુએ આસપાસના ગામોમાં પંદરથી વધુ
જ્ઞાતીમાં એવો શ્ર્વાસ ફેલાવ્યો હતો કે બાપુની ચાર મહીનાની બીમારીમાં
આશરે દશ હજાર જેટલા લોકો તો તેમની તબીયત પુછવા આવ્યા હતા...એ સાંજે
બાપુના ખાટલાથી થોડે દુર હું બેસી ગયો ,મારા કાકા સહિત પરીવારના બીજા
સભ્યો પણ બેઠા હતા...પરંતુ અચાનક બાપુની પગચંપી કરી રહેલ મારી બહેને બાપુ
કહીને તેમને જાણે નિંદરમાંથી ઉઠાડતા હોય તેમ સાદ પાડયું..હું તરત છલાંગ
મારીને બાપુ પાસે ગયો,મને અણસાર આવી ગઇ હતી..કે બાપુએ પોતાની જીવન લીલા
સંકેલી લીધી છે..બાપુને હિંમત કરી ખાટલા પરથી નિચે ઉતાર્યા..હું રડી શકું
એવી સ્થિતિમાં ન રહ્યો એટલો સન્ન થઇ ગયો..કારણ કે બાપુ પ્રત્યે મને એવો
લગાવ હતો..કે હું પાંચ વર્ષનો હોઇસ ત્યારથી બાપુની સાથે જ મારે
સુવાનુ...બાપુ મોડી રાત્રે આવે તો પણ હું રાહ જોતો બાપુની બેઠો
હોઉં..નાનપણમાં .હું એટલો જીદી હતો કે બાપુ પાસે જે માંગું એ મને
મળતું..કારણ કે મારા બાપુજીને પુત્ર ન હતો આથી તેઓ મારા કાકાના દિકરાને
પણ દતક લીધો હતો..પરંતુ ત્યાર બાદ મારો જન્મ થતાં હું બાપુ માટે જાણે કે
એમનુ સ્વર્ગ હતો..જો કે ભગવાને મારા પછી બે ભાઇઓને પણ મારા ઘરે મોકલ્યા
પણ બાપુ માટે હું ભણીને આગળ વધું એવી એમની બહુ જ ઇચ્છા હતી..અને એટલા
માટે હું ભણું એ શરતે તેઓ મારી તમામ જીદ પુરી કરતા...હું નાનપણમાં કપડાનો
બહું શોખીન હતો..મારા ગામમાં ભાગ્યે જ મારા જેટલા કપડા કોઇ પાસે હશે એટલા
કપડા મારા પપ્પાએ મને લઇ દીધા હતા..હું બારમાં ધોરણમાં હતો તો બાઇકની જીદ
કરી અને એમણે મને તરત વીસ હજાર રોકડા બાઇક માટે આપેલ હતા..જો કે હું એ
રુપિયાની બાઇક ન લેતા ફરી બાપુજીને આપી દઇ આંબાનો બગીચો બનાવ્યો
હતો..જેમાંના હજું પણ કેટલાક આંબા મારી વાડીએ છે..થોડા સમયમાં જ ફરી મેં
ફોર વ્હીલ વાહનની જીદ પકડી અને એમણે એ જીદ પણ મારી પુરી કરી હતી..જો કે
પાછળથી મેટાડોર લેવા માટે મને પછતાવો થયો હતો..હું જામનગર અને ત્યાર બાદ
અમદાવાદ ભણવા આવતો તો પણ બાપુ મને મારા ઉંચા ખર્ચામાં પણ ક્યારેય પાછું
વળીને જોયું ન હતું...મને નોકરી મળતાં જ હું બાપુને વાપી લઇ ગયો..કારણ કે
બાપુને મહિનામાં ન મળું તો હું રહી ન શકતો એટલો બાપુ સાથે મને લગાવ
રહેતો...મારા પિતા મારા માટે એક આખી દુનિયા હતી..મારા બાપુજીને નાગબાઇ
માતાજીની ખુબ કૃપા રહેતી અને એ કારણે તેઓ માતાજીના ક્યારેક કયારેક દાણા
પણ જોતા...એક દિવસ વાપીમાં મને અમદાવાદથી મારા એક મિત્રનો ફોન આવ્યો ,મને
નવી આવી રહેલ ચેનલમાં સારી ઓફર પણ તેમણે કરી ,હું મનોમન તૈયાર થઇ ગયો
હતો..હૈદરાબાદમાં પણ ઇટીવીમાં ઘમા મિત્રોના મેં આ નવી આવી રહેલ ચેનલ માટે
ઇન્ટર્વયું પણ ગોઠવેલા હતા...એક સાંજે હું અને મારા બાપુજી બંન્ને બેઠા
હતા..અને ફરીથી અમદાવાદના મિત્રએ ફોન કરી હું કયારથી જોઇન કરી શકું એવું
પુછયું..બાપુજીએ મારી મોબાઇલ પર મિત્ર સાથેની વાતચીત સાંભળી ધીમેથી
હસ્યા...બાપુનું આ સ્મિત જોઇ મેં પુછી લીધું કે બાપુ મને એક બીજી ઓફર
છે,હું જવા માંગું છું...બાપુએ તુરંત જવાબ વાળ્યો,ઠીક છે હું માતાજીના
દાણા જોઇ લઇશ..બે દિવસ પછી બાપુજીએ મન એ ચેનલ જોઇન કરવાની ના પાડી
દીધી...મને દુખ થયું અને મનોમન વિચાર્યું કે બાપુને મારા પત્રકારત્વના
ક્ષેત્રમાં શું ખબર પડે..મેં ખોટું પુછી લીધું...જો કે બાપુને હું માનતો
પણ બહુ એટલે ફરીથી મેં કહ્યું કે બાપુ મારે જવું પડે તેમ છે...એમણે એક પણ
સેકન્ડનો વિલંબ કર્યા વગર કહ્યું કે તારે જવું હોય તો તારી ઇચ્છા પણ મને
એવું લાગે છે કે એમાં તને કોઇ લાભ નથી..ઇ ટીવી છોડવી ન જોઇએ તારે...હું
વિચારમા પડી ગયો..થોડા દિવસ રાહ જોઇ..અને બાપુના વાક્યો જાણે કે સાચા
પડતા હોય તેમ મને અમદાવાદથી મિત્રનો ફોન આવ્યો કે આ ચેનલ હું પણ છોડી
રહ્યો છું.અને આમાં જવા જેવુ નથી...હું જોરશોરથી બાપુની સાથે તે દિવસે
હસ્યો...અને મનોમન નક્કી કર્યું કે હું મારી જાતને ગમે તેટલો હોંશિયાર
માનતો હોવ પણ આજથી મારા ચાર ચોપડી ભણેલા મારા પિતાને પુછયા વગર હું કોઇ
પણ નિર્ણય નહી લઇશ...મારા પિતા ભણેલા બહું ઓછા હતા પરંતુ તેમની બુદ્ધી
અને નિર્ણય શક્તિનો હું હંમેશા કાયર રહ્યો છું...વાપીમાં થોડા દિવસો તો
હું અને મારા બાપુજી બંન્ને જ એકલા રહેતા..કારણ કે બાપુને મારા વગર અને
મને બાપુ વગર નહી ચાલતું...તેઓ મારા માટે થોડા દિવસ ખંભાળીયા મારે ગામ
રહેતા અને થોડા દિવસ વાપીમાં રહેતા..ત્યાર બાદ મારી ટ્રાન્સફર પોરબંદર થઇ
તો. પણ હું બાપુને થોડા થોડા દિવસોએ પોરબંદર રોકાવાનુ કહેતો અને બાપુ
મારી સાથે રહેતા...પણ મારે અને બાપુને એક વાતે બહુ સંઘર્ષ થતો,મારા
બાપુજીને ક્યારેક ડ્રીન્ક કરવાની ટેવ હતી અને મને ડ્રીન્કથી નફરત..બીજુ
કે બાપુજીને કહી થઇ જશે એ ડરથી હું સતત બાપુને ડ્રીન્કથી દુર રહેવા
સમજાવતો..ક્યારેક હું બાપુના આ વલણથી નારાજ થઇ ઉપવાસ કરતો..(કારણ કે
બાપુજીને કોઇ દબાવીને કામ કરાવે એવું તો શકય જ ન હતું..)અને બાપુ હવે હું
ડ્રીન્ક નહી કરું તેવું જણાવી મને મનાવી પણ લેતા..સારા નરસા પ્રસંગમાં
બાપુજીને હંમેશા અમારો પરીવાર અને સમાજ પણ માનતો,કોઇ મોટા ઝગડાઓમાં પણ
બાપુજીની કોઠાસુઝના કારણે ઘણા સમાધાન થયા હોવાનુ મેં જોયું છે..બાપુજીની
બુદ્ધી પર મેં આગળ કહ્યું તેમ હું ખુબ જ પ્રભાવિત હતો..જિંદગીમાં ઘણા
ઉતાર ચઢાવ આવ્યા હશે પણ બાપુજી એમાંથી શીફતપુર્વક રસ્તો કાઢી લેતા એટલું
જ નહી એ કોઇ દિવસ હિંમત નહોતા હારતા..એક દિવસ હું મોવાણ ગામમાં છઠ્ઠા
ધોરણમાં અભ્યાસ કરતો,એટલે મારી સાઇકલ હું રીપેર કરાવવા સ્ટોર વાળા પાસે
ગયો,એમણે મજાકમાં મને ટપ્પલી મારી લીધી,પણ મને બધાની વચ્ચે સ્ટોર વાળાની
આવી હરકતથી ખુબ જ દુખ લાગ્યું..સાંજે મારા બાપુજી ઘરે આવ્યા,હુ દરરોજની
જેમ આજે પણ બાપુને ભેટી પડયો પણ થોડુ રડતા રડતા..મારા બાપુજીએ કહ્યું કે
કેમ રડે છે.તો મે બપોરે સ્ટોર વાળાની ઘટના વર્ણવી..સાંજના આઠ થયા હશે
તેઓએ અમારી હીરો પેન્થર સ્કુટર હતી એ ચાલુ કરી અને મને પાછળ બેસી જવા
કહ્યું,મારી મમ્મીએ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં તો હુ અને મારા
બાપુજી ઘરેથી નીકળી ગયા હતા...પાંચ કિલોમિટર દુર આવેલ મોવાણ ગામના
ઝાંપામાં પહોંચ્યા કે સ્ટોર વાળો ભાઇ પોતે પોતાની દુકાન બંધ કરી ટાંકી
માટે પાણીની ડોલ ભરીને લઇ જતો હતો...ત્યાં અમે પહોંચ્યા,બાપુજી કહ્યુ કે
પાણીની ડોલ નીચે રાખી દે...આટલા શબ્દો કાને પડતાં જ સ્ટોર વાળા ભાઇને
જાણે દોળે દીવસે તારા દેખાયા હોય તેમ ખેરાજ મામા (મારા બાપુજીને મામા
કહેતા હતા)ખેરાજ મામા મેં તો ઇસુદાનની મજાક કરતો હતો..ત્યાં તો તેના પર
દશ થી વધુ લાફા પડી ગયા હતા...બીજા લોકો પણ દોડીને બાપુજીને ખેરાજ મામા
હવે બસ કરો કરી અટકાવ્યા,હું પણ રળતા રળતા બાપુ હવે બસ કરોને એવી આજીજી
કરી,સ્ટોર વાળા ભાઇએ તો મામા મારી ભૂલ ન હતી છતાં તમે માર્યો એ યોગ્ય
કર્યું કહીને પગમાં પડી ગયો..મામલો શાંત થઇ ગયો..અમે પાછા ઘરે પણ આવી
ગયા..પણ મેં મનોમન નક્કી કર્યું કે બાપુજીને હવે હું કોઇ દિવસ મારી
મુશ્કેલી નહી કહીશ...કારણ કે મારા પણ ઉઠેલી આંગળી પણ એ સહન ન કરી
શકતા..બીજી ઘટના હું આઠમાં ધોરણમાં ભણતો હતો ત્યારે ઘટી.સવારના વહેલો હું
પીપળીયાથી ખંભાળીયા રીક્ષા કે બસમાં ભણવા જતો,એક દિવસ મારા બે મિત્રો
હરદાસ અને હરીશ પણ ન હતા,હું સવારે ઉઠીને પરીક્ષા હોવાથી વહેલો નીકળ્યો
પણ કોઇ વાહન ન મળ્યું...મારા બાપુજી મને મુકવા માટે ગામના ઝાંપા સુધી
આવ્યા હતા..એ અરસામાં એક રીક્ષા આઠ જેટલા પેસેન્જર સાથે નીકળી,મારા
પપ્પાએ રીક્ષાને હાથ ઉંચો કરી રોકવાનો ઇશારો કર્યો,અજાણ્યા રીક્ષા વાળાએ
રીક્ષા ન રોકી,તુરંત મારા બાપુજીએ સ્કુટરને કીક મારી મને પાછળ બેસાડી
રીક્ષાની પાછળ જવા દીધી,હું મનમાં ડરતો હતો કે બાપુજી શુંય
કરશે...રીક્ષાનો પીછો કરી બાપુજીએ રોડની વચોવચ્ચ સ્કુટર ઉભૂ રાખી
દીધું.હું હેબતાઇ ગયો,બાપુ આ શું કરો છો ? ત્યાં તો બાપુએ રીક્ષા વાળાની
કોલર પકડી નીચે ઉતારી લીધા હતા..બીજા આઠ જેટલા સવાર લોકો હોવા છતાં
બાપુજીએ રીક્ષા કેમ ઉભી ન રાખી એવું કહેતા રીક્ષા વાળા ભાઇ ડરી ગયા.મારી
ભુલ થઇ એમ કરીને મને બેસી જવા જણાવ્યું..હું તુરંત જ ઝગડો મોટું સ્વરુપ
લે એ પહેલા જ રીક્ષામાં ગોઠવાઇ ગયો....પરંતુ આખા રસ્તામાં મને બાપુજીના
ક્રોધ પર જ વિચાર આવતા હતા..બાપુજી ભલા પણ એવા હતા,મારા ઘરે આવનાર કોઇ પણ
મહેમાન જમવા વગર ન જતા..એટલું જ નહી જનમાષ્ઠમી જેવા તહેવાર હોય એટલે
કેટલાય ગરીબોને બાપુજી ઉધાર રુપિયા આપતા,અને પાછા કયારેય માંગ્યા ન હોય
તેવા દાખલા છે..એક દિવસ એમણે મને બોલાવી એક ચોપડો આપ્યો,કે જેમાં બાપુજીએ
આપેલ ઉધાર રુપિયાની રકમો લખેલ હતી,2001ની આસપાસનો સમય હતો,એમણે મને બધા
નામો વાંચી જવા કહ્યું કારણ કે એમને બહુ વાંચતા ન આવડતું...એક પછી એક નામ
પણ મને ચોકડી લગાવતા જવાનુ કહ્યું,આશરે એ સમયમાં લાખ્ખો રુપિયાની ઉધારી
એમણે એ દિવસે ચોકડીઓ મારીને સમાપ્તી કરી દીધી હતી...મેં પુછ્યુ કે કેમ
બાપુજી આ બધાના ઉધાર માફ કરી દો છો..તો એમણે કહ્યું કે બેટા યા તો આ લોકો
મારી પણ આગલા જન્મમાં માંગતા હશે યા તો આગલા જન્મમાં એક ના સો ગણા કરીને
આપશે..પણ હવે આ ગરીબ લોકો પાસે નાણાં છે નહી અને આપણે લેવા પણ ન
જોઇએ...બાપુનુ ઉદાર જીવ જોઇને હું ગદગદીત થઇ ગયો હતો...હું કોઇ પણ
ટેન્શનમાં હોવ બાપુજીની પાસે બેસતો એટલો બધો જ ભાર હળવો થઇ જતો..કોઇ પણ
મુશ્કેલી હોય તેનો રસ્તો બાપુજી પાસે મને મળતો..એક દિવસ નોકરીમાં કંટાળો
ચડ્યો ,મારો પડી ગયેલો ચહેરો જોઇને એમણે પુંછ્યું કેમ બીમાર છે ? મેં એમ
જ કહી દીધું કે ના બાપુજી બીમાર નથી પણ હવે નોકરી કરવાની ઇચ્છા નથી
થતી...મને એવું હતું કે ઠપકો મળશે..પણ ઉલ્ટું થયું..બાપુજીએ કહ્યું તો
છોડી દે નોકરી એમાં શુ મોટી વાત છે..તારી પાસે આટલી જમીન છે,બેઠા બેઠા
ખાઇશ તોય નહી ખુટે,આ શબ્દોથી મારો સમગ્ર ભાર હળવો થઇ ગયેલો...અને મેં
નોકરી છોડવાનુ માંડી વાળેલું...પણ એ દરિયાદીલ,બુધ્ધીમાન,મારા જીવન કરતા
પણ વ્હાલા બાપુનો જ્યારે મને છોડીને જશે એવો ખ્યાલ પણ મને આવતો ત્યારે
હું એકલો એકલો ખુંબ રડતો..અને એ ગોઝારો દિવસ એક દિવસ આવી જ ગયો...15
એપ્રીલ 2014ની સાંજે બાપુએ દેહ છોડ્યું..મારી પણ જાણે આભ તુટી પડ્યું
હતું...મારા નાના ભાઇઓ સહિત પરીવારને રડતા જોઇ હું હીમંત રાખી બધાને ચુપ
કરાવવા મંડી પડ્યો,મારો નાનો ભાઇ અને એક બહેન તો બેભાન થઇ ગયા..એક કલાકની
ભારે જહેમત બાદ તેઓ ભાનમાં આવ્યા...એક બાજુ મારા જીવથી વ્હાલા બાપુજીએ
વિદાય લીધી હતી તો બીજી બાજુ મારે મારા પરીવારને પણ શાંત રાખવાની
જવાબદારી આવી પડી..દુખને હું પી જવા માટે તૈયાર થઇ ગયો...પણ કઠીન ઘટના
બીજા દિવસે બની...બાપુજીની અંતિમક્રિયા પુરી કરીને અમે હજુ ઘરે પહોંચ્યા
હતા કે આગેવાન લોકોએ મને પુછયુ કે ક્રિયા કરાવની છે કે કેમ ? બાપુજી 60
વર્ષના થયા હતા અને એમના મોટા ભાઇ સહિત ઘણા વડિલો હયાત હતા એટલે
આગેવાનોને સંકોચ થતો હતો...મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે બાપુજીને
પુછી લો ને...(હું દરેક કામ બાપુજી પર જ છોડતો હતો )પણ આ વખતે હું એ ભૂલી
ગયો કે હવે મારી જાન મારા બાપુજી મને છોડીને લાંબી યાત્રાએ નીકળી ગયા
છે..બીજા દિવસે હું બહુ જ રડયો ..કારણ કે હવે બાપુજી વિનાની જિંદગી મને
ફીક્કી લાગતી હતી,(આજે પણ બાપુજીને યાદ કરતા મારી આંખો આસુંથી ભરાઇ જાય
છે,ગમે તેટલી ખુશ્સી હોય બાપુજીની ગેરહાજરીથી આજે પણ હું ઉદાસ થઇ જાઉં
છું, લખુ છું ત્યારે પણ મારી આંખો આસુંથી છલકાઇ ગઇ છે ) ત્રીજા દિવસે મને
એવું લાગ્યું કે હું બાપુજી વગર જીવી નહી શકીશ..મેં મનોમન એવો વિચાર
કર્યો કે હવે બહુ થયું...પણ બીજી જ ઘડીએ બાપુને આપેલ વચન મારી આંખો સામે
આવી ગયું...મારા નાના ભાઇઓને હું ક્યારેય બાપુની ખોટ વર્તાવા નહી દઉં
..મારી લાડલી માં કે જેને હજુ ઘણા લાડ લડાવવાના બાકી હતા..તે પણ યાદ આવી
ગયા...અને મેં મારી જિંદગીને વધુ કઠોર બનાવીને બીજા માટે જીવવાનુ નક્કી
કરી લીધું...બાપુ જયારે વધુ બીમાર પડ્યા ત્યારે તેમણે મારી મોટી બહેનને
કહયુ હતુ કે જો જે ભાઇ પાછો અમદાવાદ જાય અને પોતાની નોકરી ચાલુ કરી
દે.....બાપુની અગીયાર દિવસની ક્રિયા પછી પણ મને કોઇ ચેન નહોતું
પડતું..મારા મિત્રો હેમંત,મહેશ મોડ,ગૌરાગ ભાઇ અને હરીશ સહિતના અમદાવાદથી
મને હિંમત આપવા પહોંચ્યા હતા..અમારા મોટા કુટુંબમાંથી બધા લોકો મને હીંમત
આપી રહ્યા હતા..પણ મને બાપુની યાદ મનમાંથી નિકળતી ન હતી..મને લાગ્યું કે
હવે બાપુને થોડા સમય માટે પણ ભુલવા માટે ગામ તુરંત છોડવું પડશે..હું
સતરમાં દિવસે નોકરી પર આવી કામે લાગી ગયો...હું બાપુની યાદ ન આવે તે માટે
સતત કામમાં રહેવાનુ નક્કી કર્યું..પણ રાત્રીના સમયે બાપુની યાદ મને ખુબ
રડાવતી..મને એક સમયે એવુ લાગ્યું કે સારૂ થયું ભગવાન તે બિમારીના કારણે
મારા બાપુજીને લઇ લીધા..કદાચ કોઇ વ્યકિતના કારણે બાપુને કાંઇ થયું હોત તો
હું કદાચ એ વ્કયિતને જીવતો ન પણ છોડત....ગુજરાતી કહેવત મને ત્યારે યાદ
આવી કે બાપે માર્યા વેર...જિંદગીમાં મને એક અફસોસ હંમેશા રહી ગયો..આમ તો
બાપુને મેં ખુબ મોજ કરી અને કરાવી,વાપી હતા ત્યારે પણ મારા મિત્રો બાપુને
મુંબઇ ,નાસીક સહિતના સ્થળોએ ફરવા લઇ જતા...બાપુના માટે હું સારા સારા
કપડા ,બુટ બધું જાતે લેતો....ગામના લોકો પણ મારા બાપુજીના સુખને જોઇને
એવું બોલી ઉઠતા કે જીવન તો ખેરાજ જામ જેવો...પણ મને જે ડર હતો કે બાપુ
વહેલા ચાલ્યા જશે તો એ ડર ખરેખર સાચો પડ્યો...અને બાપુજીની સાથે મોજ
કરાવના ઘણા ઓરતા મારા અધુરા જ રહી ગયા...હું ઘણા વૃદ્ધોને જોઇને ભગવાનને
સવાલ કરતો કે હે ભગવાન આ વૃદ્ધો કે જેઓના સંતાનો એમને સાચવતા નથી અથવા તો
છોડી દઇ આમની જિંદગી ધુળ કરી નાખી એવા લોકોને તું હજુ ઉઠાવતો નથી,અને જે
બાપુને હું જીવની જેમ ચાહતો અને એના વચને ચાલી એની તમામ ઇચ્છાઓ પુરી કરતો
એ બાપુને તે બહુ જલ્દી બોલાવી લીધો...આ તે કેવો ન્યાય.. પણ હવે થઇ પણ શું
શકતું હતું.કારણ કે હવે બાપુ મને ક્યારેય મળવાના ન હતા...બાપુના ગયા બાદ
મેં બાપુના આત્માને શાંતી મળે તે માટે સંત ઇશરદાસ રચિત હરીરસના પણ મારા
ઘરમાં મે જાતે પાઠ કર્યા...હું એકલો જ આ પાઠ કરવા બેસી જતો..હું વિચારતો
હતો કે આ પાઠ સાંભળવા માટે ભગવાનની સાથે સાથે મારા બાપુનુ આત્મા પણ આવતું
હતું...બાપુનો મારા પ્રત્યે એટલો લગાવ હતો કે મને થોડું પણ વાગે તો
બાપુ ત્યા હાજર હોય,પોરબંદરમાં એક દિવસ હું બાઇક પરથી પડયો અને મને પગમાં
વાગ્યું...બાપુનો નિયમ કે હું ઘરેથી નિકળું એટલે જયાં પણ જાવ ત્યાં
પહોંચી ગયા પછી તેમને ફોન અચુક કરવાનો અને હુ ના કરુ તો તેઓ સામેથી ફોન
કરી પુછી લેતા..ત્યારે પણ ફોન આવ્યો એટલે મારાથી બોલાઇ ગયું કે બાપુ હુ
પગમાં જરા વાગ્યું છે તો પાટો બંધાવવા આવ્યો છું...મારા ગામથી પોરબંદરનો
રસ્તો દોઢ કલાકનો,દોઢ કલાક બાદ હું પોરંબદર મારા ઘરે પહોંચ્યો કે બાપુ
ત્યાં હાજર હતા..મેં કહ્યું કેમ તમે ધક્કો ખાધો,મને એટલું વાગ્યુ
નથી..એટલે એણે તરત કહ્યું એમ જ,હવે હું થોડા દિવસ અહી રહીશ પછી આપણે
સાથે ગામડે જશું..હું નાનો હતો ત્યારે જનમાષ્ઠમીના રોજ બાપુ અને ત્રણેય
ભાઇઓને કપડા લઇ દેતા,પરંતુ મને તો ખંભાળીયા સાથે લઇ જતા ,હું બાપુને
ઓછોમાં ઓછી વીસથી વધુ દુકાનોમાં ફર્યા બાદ કપડા પસંદ કરતો,અને બાપુ
ગુસ્સે થતા થતા પણ તે મારી પસંદગીના જ કપડા લઇ દેતા..આઠમાં ધોરણમાં મને
એક શિક્ષક જોડે બબાલ થતાં મેં નક્કી કર્યુ કે મારે નથી ભણવું તો મારા
બાપુજી ચાર દિવસ સુધી મારી પાછળ પડી મને જે જોઇએ તે આપવાની ખાતરી આપી
ફરીથી સ્કુલ ચાલુ કરાવી..બાપુજીની દયાની હજારો ઘટનાઓ મારા દિલમાં મોજુદ
છે..પણ દુખની વાત એ છે કે બાપુ નથી...હું અમદાવાદ રહેવા આવ્યો ત્યારે પહેલા જ
દિવસે મેં કહ્યું કે બાપુ તમે મારી સાથે રહેજો....અને તેઓ એક મહિનો અહી
મારી સાથે અને એક મહિનો ગામડે રહેતા...એવી
કોઇ પણ ચીજ ન હતી કે મેં માંગી હોય અને બાપુએ ન આપી હોય...હું અમદાવાદ
ભણવા આવ્યો ત્યારે વિધાપીઠની હોસ્ટેલ મને ન ગમી,મેં બાપુને વાત કરી કે
બાપુ મને હોસ્ટેલમાં નહી ફાવે મારે બહાર રહેવું પડશે.અને એનો ખર્ચ બહુ
થવાનો છે,બાપુએ કહ્યું કે સારુ તું ચિંતા ન કર તને જ્યાં ફાવે ત્યાં રહે
ખર્ચની ચિંતા ન કરતો,જો કે પછી હુ પણ બાપુ પર બોજો બનવા માંગતો ન
હતો..એટલે ત્રણ ચાર દિવસ બહાર રહ્યા બાદ ફરી હોસ્ટેલમાં રહીને ભણવાનુ
પુરૂ કર્યું...બાપુ સાથેની મારી યાદો આજે પણ મને બેચેન કરી નાખે છે..મારી
માં પણ બાપુના દેહ છોડયા બાદ જાણે કે મને કોઇ પણ વાતની ખોટ ન પડવા દેતા
હોય તેમ જયારે પણ હું યાદ કરું તેઓ અમદાવાદ મારા ઘરે આવી જાય છે..માં
સાથેની મમતા પણ એટલી છે કે હું થોડો પણ બીમાર પડું તો તેની જાણ મારી માં
ને સ્વંય થઇ જાય,એક દિવસ તાવ આવ્યો ,મેં એમ જાણીને ફોન ન કર્યો કે માં ને
તાવની જાણ થઇ જશે...પરંતુ તેઓ સામેથી કોલ કરાવીને મારી સાથે વાત કરવાનુ
કહ્યું ,મારે ફરજીયાત વાત કરવી પડી અને માંએ કહ્યું કે તને તાવ આવ્યો છે
એ હું જાણું છું...હું હંમેશા બધાને કહેતો આવું છું કે તમે તમારા માતા
પિતાને એવી રીતે રાખો કે જાણે ભગવાન તમારા ઘરમાં હોય અને તમે એનુ ખ્યાલ
રાખતા હોય..આજે પણ મારી માં કહે તેટલું જ અમારા ઘરમાં થાય ..આજે પણ મારા
પરિવારમાં અમે ત્રણેય ભાઇઓ માં ને પુછયા વગર એક પણ કદમ ભરી નથી
શકતા...પરંતુ માંની મમતા પણ એવી જ છે ક્યારેય કોઇ દિવસ કોઇ ચીજની ના નથી
પાડતી..અમને જાણે કે બાપની ખોટ ન પડવા દેતી હોય તેમ જનની આજે પણ અમારા
સુખે સુખી અને અમારા દુખે દુખી રહે છે...ભગવાન અને માતાજીએ ખુબ પદ અને
પ્રતિષ્ઠા અપાવી આજે પણ અમારા સમાજમાં મારુ નામ પ્રતિષ્ઠાથી લેવાય છે,પણ
મને તો મારા બાપુજીની માત્ર ખોટ જ દેખાય છે..જિંદગીમાં બધુ હોવા છતાં પણ
બધુ બાપુની ગેરહાજરીના કારણે ફિક્કું લાગે છે... જિંદગીમાં સુખ હોય કે
દુખ એ કયારેય લાંબું ટકતો નથી,પણ એ સમય સમજણ સાથે વહે તો જિંદગીમાં
અચાનક સર્જાતા પ્રશ્ર્નો કે સમસ્યા નિવાળી શ,કાય..અને જિંદગીના આ સમયમાં
બાપુનો માર્ગદર્શન મને ક્યારેય પરેશાન થવા ન દીધો... મારો હંમેશા સ્વભાવ
રહ્યો છે કે જિંદગીમાં આપણી પાસે જે વસ્તુ હોય તેનાથી આનંદ માણવુ અને ન
હોય તેની કયારેય પરવા ન કરવી,પણ હા બાપુએ કહેલ ત્રણ શીખામણ આજે પણ હું
અક્ષરસ પાળું છું,બાપુ હંમેશા કહેતા કે કરેગા ભરેગા ખોદેગા પડેગા,એટલે કે
કોઇનું પણ ખરાબ નહી કરવું,મુશ્કેલીનો સમય માતાજીને અર્પી દેવો અને
જિંદગીમાં કયારેય હીંમત ન હારવી...મને બરોબર

જિંદગીમાં કયારેય હીંમત ન હારવી.. અને આજે હું એ કરી રહ્યો છું...લખવાનુ તો ઘણું છે પણ બાપુ વિષે ફરી કયારેક વધું લખીશ....કારણ કે બાપુનુ સ્મરણ આજે પણ મને હચમચાવી નાખે છે..અસ્તુ...

Subscribe to:
Posts (Atom)