૧-આજનો રૂપાળો દેખાતો માનવી દોસ્ત, કેવા ઢોંગ કરેછે ,
ઈર્ષા થી ખદબદતો હોવા છતાં,પ્રેમનો દેખાવ કરેછે-
દુશ્મન ને મળવા છતાં,મિત્ર જેવો વ્યવહાર કરેછે,
કરેછે બેફામ ભ્રષ્ટાચાર,છતાં ઈમાનદારી પર ભાષણ કરેછે,-આજનો...
૨- પ્રજા ને લુંટ તો હોવા છતાં,સેવા ના દેખાડા કરેછે,
પાપની ભારીઓ બાન્ધ્તો હોવા છતાં,પુણ્ય ના બણગા ફૂન્કેછે-
આંખો માં ઝેર વસતો હોવા છતાં ,અમીના છાંટણા હોવાનો આભાસ કરાવે છે,--આજનો રૂ....
૩-જર ,જમીન ,અને જોરુ પાછળ ઝગડા કરતો હોવા છતાં,મોભાદાર હોવાનો દેખાવ કરેછે,
પોતે દુખની અટારી પર ઉભો હોવા છતાં ,સુખ શાંતિ ના અભરખા દેખાડે છે,
ટ્રસ્ટો બનાવી રૂપિયા ખંખેર તો પોતે ,લક્ષ્મી થી અલિપ્ત રહેવાની શિખામણો આપે છે ...આજનો રૂ.......
૪- ન જાણતો હોવા છતાં,બધું જાણતો હોવાનો ઢોંગ કરેછે ,
વિશ્વાશ્ઘાતી હોવા છતાં,વિશ્વાસ નો મહત્વ સમજાવે છે,
ઈશ્વર ,અલાહ માં ન માનતો હોવા છતાં,મંદિર,મસ્જીદ,બનાવે છે,
પ્રજા માં હીરો દેખાવા માટે ,થોડી ખર્ચી લુંટા વે છે,-આજનો રૂ....
૫- સુંદર કપડા પહેરી ને,પ્રતિષ્ઠિત હોવાનો દેખાવ કરેછે,
કાળા નાણાં ખર્ચી ને,સ્ટેજ પર સારા ભાષણ કરેછે,
વ્યભિચારી હોવા છતાં ,આદર્શ હોવાનો દેખાડો કરેછે-આજનો રૂ...
૬-મૃત્યુ સૈયા પર આવતાં,રૂપ ,પાવર ,મની નું અભિમાન ઓશરી જાય છે,
પોતે કરેલા બુરા કર્મો થી પોતે જ વિંધાય છે,
જિંદગી ના ઢોંગ બધા મોડે મોડે યાદ આવેછે,
કહે ઇસુદાન ,દોસ્ત માનવી આખર પોતે પોતાને છેતરાવે છે ...આજનો રૂ.-ઇસુદાન ગઢવી ............
dil se nikli he ye panktiya
ReplyDelete