નીતિશ કુમાર બીહારના સદા બહાર
દિલ્હીની ચૂંટણી બાદ બીહારની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીનો જાદુ અને અમિત શાહના બાહુબલી કામ ન લાગ્યા....2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 26 માંથી 26 અને ઉતરપ્રદેશ જેવા રાજયમાં 80 માંથી 71 બેઠકો સાથે જંગી બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદીનો પ્રકાશ ધીરે ધીરે ઓછો થતો જતો હોયતેવુ લાગે છે...દિલ્હીમાં કેજરીવાલ બાદ બીહારમાં લાલુ અને નિતીશે ભાજપના સુપડા સાફ કરી દીધા...તમામ એજન્સીઓના સર્વે ફોફ સાબીત થયા છે..બીહારમાં લાલુએ નિતીશ કરતાં પણ વધારે બેઠકો મેળવીને બીહારીઓ પર જાદુ કરી દીધો છે..એનડીએ સરકાર બીહારમાં હારવા પાછળ મુખ્ય કારણ મોદીનો જાદુ ન ચાલ્યો..,અમિત શાહની સોગઠાબાજી ન ચાલી એટલું જ નહી એનડીએ ના સાથી પક્ષો પણ ચાલી ન શકયા,,સામે પક્ષે નિતીશ કુમારની શાસન પધધ્તી બીહારીઓને પસંદ પડી..સાથે સાથે વર્ષોથી સતાથી દુર લાલુની પાર્ટીએ સારો દેખાવ કર્યો..બીહારમાં 243 બેઠકોમાં મહાગઠબંધને જેડીયુ,આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી યોગ્ય રીતે કરી હતી...સાથે સાથે લાલુ અને નિતીશ દર વખતે સામ સામે લડતા હતા..જેનો ફાયદો ત્રીજાને મળવાની શકયતા હોય છે..પરંતુ આ વખતે તેઓ એક સાથે લડ્યા આથી મતોના ભાગલા ન પડતા મહાગઠબંધનને સારી જીત મળી ગઇ...બીજી બાજુ મોટુ ફેકટર નરેન્દ્ર મોદી અને અમિત શાહના જુમલા ચાલ્યા નહીં....નરેન્દ્ર મોદીના અચ્છે દીનના વાયદાઓને જનતા રાહ જોતી હતી..પરંતુ મોદી સાહેબ વિદેશ પ્રવાસમાં પોતાના પ્રચાર અર્થે બીઝી હોવાનુ જનતાને લાગ્યું...લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીનો જાદુ એવો હતો કે જેમાં જનતાને મોદીમાં અલ્લાઉદીનનો ચીરાગ નજર આવી રહ્યો હતો.... કારણ કે એ સમયે કોંગ્રેસના ભ્રષ્ટ્રચાર થી જનતા ત્રસ્ત હતી..બીજી બાજુ આ ભ્રષ્ટ્રચારને મોટા ભાષણોથી મોદીએ નાના બાળકો સુધી એવુ ફેલાવી દીધું હતું કે મોદીમાં જનતાને એક સાચા હીરો નજર આવતા હતા..પરંતુ દોઢ વર્ષ ઉપર થવા આવ્યું હોવા છતાં જનતાને કશુ મળ્યું નહી..એટલું જ નહી 200 રુપિયા કિલો દાળ પહોંચી ગઇ...કાચા તેલની કિંમત ઘટવા છતાં પેટ્રોલ અને ડીઝલમાં વારંવાર એકસાઇઝ ડયુટીના નામે જનતા પર પડ્યા પર પાટું જેવી હાલત થઇ..અને આ કારણે જ બીહારની નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીના જાદુને સ્વીકાર્યો નહી...બીજી બાજુ રાજનિતીમાં ખાંટુ મનાતા નીતિશ કુમાર મોદીના ડીએનએ જેવા ભાષણને એવી રીતે ઉપાડ્યું કે જાણે બીહારની જનતાનો મોદીએ અપમાન કર્યું હોય...લાલુ પ્રસાદ યાદવ પણ પોતાની બેટી પરની ટીપ્પણીને બીહારની માતા બહેનોના અપમાન સાથે ખપાવી મોદીના ભાષણનો ફાયદો ઉઠાવ્યો હતો..બીહારની જનતાએ ફરી વાર નીતિશ અને લાલુની પસંદગી કરી વાયદાઓથી દુર રહી છે..
No comments:
Post a Comment
very nice