Total Pageviews

Powered By Blogger

Wednesday, December 5, 2018

Tuesday, October 16, 2018

Tuesday, August 14, 2018

Mitro Ni Moj

Tuesday, May 1, 2018

માણસ ખરેખર માણસ બને તો ય સારૂં ..



આજે ગુજરાતના સ્થાપના દિન નીમિતે આપણું ગુજરાત કેવું હોવુ જોઇએ તે વિષે થોડું લખવાનુ ચૂકી નથી શકતો...આમ તો દરેક ભારતીય નાગરીક માટે રાજય કે દેશનુ તંત્ર સેવા કરે તે માટે અને નાગરીક પણ તેને સેવા તરીકે ઉપયોગ કરે તે માટે હોવું જોઇએ,પરંતુ કમનસીબે વર્ષોની આઝાદી બાદ પણ હજુ પણ ગુલામી માનસીકતાની સાથે સાથે કાયદાથી માંડીને પોતાની સતા અને નાગરીક તરીકેના અધિકારોનો પણ આપણે દૂરઉપયોગ કરતા જરા પણ અચકાતા નથી..આ માત્ર નેતાઓ ,અધિકારીઓ કે મોટા માણસોને જ લાગુ નથી પડતું પરંતુ આમ જનતાને પણ એટલું જ લાગુ પડે છે....આમ તો 24 કલાક બાય 7 માં મીડિયામાં કામ કરતા કરતા ખરેખર પોતાની જાત માટે પણ સમય કાઢવો મુશ્કેલ બની જાય છે.પરંતુ હાલમાં  જ એક કિસ્સો ખુબ નજીકથી જોવાની તક મળી ,અમદાવાદની એક સોસાયટી કે જેમાં દરેક સોસાયટીમાં હોય તેમ આ સોસાયટીમાં પણ ચેરમેન ,સેક્રેટરી અને સભ્યો હોય,જેમાં સોસાયટી પાસેથી મેન્ટેન્સના ઉઘરાવાતા રુપિયાના અણઘડ વહીવટને લઇને સેક્રેટરી સામે એક સભ્યએ પ્રશ્ર્નો ઉઠાવ્યા,જેમાંથી ધીરે ધીરે બંન્ને વચ્ચે ખટાશ વધતી ગઇ અને એક એવી ઘડી આવી ગઇ કે જેમાં સોસાયટીના સેક્રેટરીએ પોતાના પુત્ર સાથે મળી નાણાંની ઉચાપતના સવાલો ઉભા કરનાર વ્યકિતને ધોકાથી માર માર્યો,સામેવાળા ભાઇની આંખ અને કાન પણ ગંભીર ઇજા પહોંચી,એ ભાઇ જ્યારે હોસ્પિટલમાં સારવાર લે છે તે પહેલા તો સોસાયટીના સેક્રેટરી માર માર્યા બાદ ભાગી જઇ પોતાની પત્નિને પોલીસ સ્ટેશનમાં મોકલી દીધી અને તેના પર છેડતી કરાઇ હોવાની માર ખાનાર ભાઇ પર ફરિયાદ કરી નાખી,આનું કારણ એટલું જ કે માર ખાનાર ભાઇ તેમની વિરુદ્ધ પોલીસ ફરીયાદ ના કરે...વિચાર તો કરો મિત્રો આપણે કેટલા ક્રુર અને ખરાબ વિચાર વાળા બની ગયા છીએ..એક દિવસ હતો કે જયારે બહારવટીઓ પણ જ્યારે ગામ ભાંગવા કે લુંટવા નિકળતા ત્યારે બહેન દિકરીને અડકતા પણ નહી અને બહેન દિકરી પણ પોતાની ઇજ્જતને જીવથી વધારે સાચવતી અને તેઓ પણ કોઇ ખોટા આક્ષેપો પણ કરતી નહી...શું એક મહિલા પોતાની વિરુદ્ધ ખોટી છેડતીની ફરીયાદ કરી કેટલું મોટું પાપ કરી રહી છે..એ એને ખ્યાલ નહી હોય..જીવથી વ્હાલી ઇજ્જત એવા ઘણા દાખલા ગુજરાતની અગાઉની પેઢીઓને વાંચો તો ખ્યાલ આવે ત્યારે આવી નજીવી બાબતમાં મહિલાનો અંગ એ શું માત્ર સુરક્ષા કવચ છે પુરુષ માટે...ખેદ છે આવા પૂરૂષો માટે કે જે પોતાની બહેન કે પત્નીનો પોતાના બચાવ માટે ખોટો ઉપયોગ કરતો હોય......આ ઘટના સાંભળતા મને અંદર ઉતરવાની ઇચ્છા જાગી,,પોલીસ સ્ટેશનમાં પણ હું માર ખાનાર મિત્ર સાથે ગયો ..તો પોલીસ અધિકારીએ પણ સામે વાળાએ સતાનો દુરઉપયોગ કરી છેડતીની અરજી આપી હોવાનો એકરાર કરી કઇ રીતે સમાધાન થાય તે અંગે રસ્તો બતાવવા લાગ્યા...મને લાગ્યું કે ખરેખર આપણે એ આઝાદ ભારતમાં જીવીએ છીએ કે જેની આઝાદી માટે ભગતસિંહથી માંડીને ચંદ્રશેખર આઝાદ સુધીએ પોતાના જીવના બલિદાનો આપ્યા છે....ગાંધીજી જેવા મહાન વ્યકિતએ પોતાનુ આખું જીવન આઝાદી મેળવવા પાછળ ખર્ચી નાખ્યું અને ઉપરથી ગોડસે જેવાની ગોળી ખાઇ દેહ છોડવું પડ્યું...એ આવી આઝાદી માટે...એક ભાઇ પોતાની પત્નિને ખોટી છેડતીની ફરીયાદ કરાવી શકે તેનાથી મોટું હીન કૃત્ય શું હોઇ શકે ...આ જોઇને મને ખુબ આધાત લાગ્યો કે ઇજ્જતથી વહાલું જીવ કેમ હોઇ શકે.....આના પરથી લાગ્યું કે આપણે પોતે જ એટલા હીન માનસિકતા વાળા છીએ કે જેના કારણે અધિકારીઓ પણ આપણી લાલચુ સ્વભાવનો લાભ લઇ અંગ્રેજોની જેમ લૂંટે છે..નેતાઓ પણ ચૂંટણીઓ જીતવા રુપિયાની જરૂર પડશે તેમ માનીને પોતાના ઘર ભરે છે....અને જનતા પણ ચૂંટણી સમયે એક બોટલ દારૂથી માંડીને ભજીયા અને જલેબી ખાવા માટે કે 500 રુપિયા જેવી નજીવી કિંમતમાં આપણે આપણો લોકશાહીના આત્મા એવા મતને ભ્રષ્ટ્રાચારીને આપીને પાછા આવીએ છીએ...આજે સારા વ્યકિતને ના તો સમાજ પ્રોત્સાહન આપે છે કે ના તો સાથ...આજે ખોટા ધંધામાંથી નાણાં કમાઇને સમાજમાં રીબીનો કાપતા લોકોને આપણે મોટા માનતા થઇ ગયા છીએ ..ખરેખર એ સમાજ માટે દુષણ સમાન છે...એટલું જ નહી આપણે ખરેખર દિલ અને નિષ્ઠાથી કામ પણ કરતા નથી..ઘણા એવા સરકારી કર્મચારીઓ છે કે જેઓ પોતે કામ કરવાના બદલે પોતાને સારી જગ્યા પર પોસ્ટીંગ મળે તેની જ લાલચમાં નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના લાગવગો લગાવતા ફરે છે...આવું કયાં સુધી કરશો...અરે ભગવાને તમને હોદ્દો આપ્યો છે,તેનો જયાં પ્રભૂની ઇચ્છા હોય ત્યાં કામ કરીને સારૂ કરોને..પરંતુ એવું કોઇને કરવામાં રસ નથી..અને ઉપરથી હરામનો રુપિયો ઘરમાં મેળવીને એ અધિકારીઓ આખરે જે પુત્રો માટે પોતે કેટલાય ગરીબના પુત્રોના મોઢામાંથી કોળીયા આંચકીને ધન કમાઇને આપ્યું હોય તે જ પુત્ર મોટો થઇને તે જ અધિકારીને વૃદ્ધાશ્રમમાં મોકલે છે...તો પહેલેથી જ એવી કમાણી તમે તમારા સંતાનને શું કામ ખવડાવો છો કે જેની મતી જ ભ્રષ્ટ થઇ જાય ...કહેવાનો ભાવાર્થ એ જ છે કે આપણે જ્યાં હોઇએ ત્યાં ખોટું ના કરીએ અને સત્ય અને નિષ્ઠાથી કામ કરીએ તો ..માનીલો કે થોડી તકલીફ પડી તો શું...ભગવાન પરીક્ષા તો રાજા હરિચંદ્રની પણ લીધી હતી...અને આપણે ક્યાં સંપુર્ણ હરીચંદ્ર થવું છે..પરંતુ તમે નિષ્ઠા રાખો તો પણ બહુ છે...આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જો વાત કરીએ તો હત્યા ,લૂંટ અને ઝગડાઓ એટલા વધ્યા છે તેમા માંત્ર પોલીસનો વાંક નથી..માણસ કેટલો લાલચું બની ગયો છે..કે ભાઇની જમીન હોય અને પોતે થોડો હોશીયાર હોત તો તે જમીનના ખોટા દસ્તાવેજો કરીને પોતાનુ નામ ચડાવી લે છે..શું આ નીતિ છે...આપણે આપણા ભાઇને પણ જમીન માટે છોડી દઇએ છીએ...ઉચ્ચ હોદ્દા પર બીરાજમાન હોવા છતાં આપણે પુત્રવધુ પાસે દહેજ માંગીએ છીએ..ઇગોના કારણે આપણે મારામારી કરીને મોટા ભાગનો સમય પોલીસ અને કોર્ટના ધક્કા ખાવામાં કાઢી નાખીએ છીએ...ખરેખર શું કરીએ છીએ...સામાન્ય પાર્કિંગ મામલે માથાકુટ કરી વર્ષો સુધી કોર્ટના ધક્ખા ખાવા કરતા એમાં આપણે થોડી ઉદારતા બતાવીએ તો ના ચાલે ? . દર વખતે સામેવાળાની જ ભૂલ હોય તેવુ માનવા કરતા આપણી પણ ભૂલ હોય તો તેને હસીને માફી માંગીને ઝગડાનો અત લાવીતો ના ચાલે ? કદાચ સામેવાળાની ભૂલ હોય અને આપણે એને ક્ષમા કરીને મોટું મન કરીને સામેવાળાને પણ એ અહેસાસ ના કરાવી શકીએ કે હું તને પહોંચી વળવા સમર્થ હોવા છતાં પણ હું ક્ષમા કરી તને સુધરવાની તક આપું છું એવુ ના કરી શકીએ ?. ..આજે શિક્ષણ કે જે મુળભૂત અધિકાર છે..તેને આપણે હંમેશા પ્રોફીટ કરતી ફેકટરી તરીકે જોઇને સરસ્વતીનો વેપાર કરી કેટલાય બાળકો અને તેના વાલીઓની કુદુવા લઇએ છીએ શું આવું કરવા માટે ભગવાન તમને સંચાલકો બનાવ્યા છે...કહેવાનો ભાવાર્થ કે તમે જયાં પણ હોવ ત્યાં સારૂ કેમ ના થઇ શકે...ધંધામાં પણ આપણે લખવું પડે છે કે ચોખ્ખુ સુધ્ધ ...શું આપણે ભેળસેળ કરતા સમયે યમરાજાનો જરા પણ ડર નથી રાખતા શું આપણો મૃત્યુ આવવાનો જ નથી એમ વિચારી છીએ ...અને એ સંભવ છે ...? જો નથી તો પછી આપણે શું કામ થોડી કમાણી માટે લાક્ખો મનુષ્યના આરોગ્ય સાથે ચેડા કરીએ છીએ....તો આજે એવો સંકલ્પ લો કે આપણે શું સારૂ કરી શકીએ....ભારત અને ગુજરાતનો નાગરીક એ સાચ્ચો નાગરીક બને અને તેને ન્યાય માટે કોઇ નેતા કે અધિકારીની ભલામણની જરૂર ના પડવી જોઇએ...સાથે સાથે આપણે ખોટા હોઇએ અને ખોટી રીતે કોઇને કેસમાં ભેરવીને પછી બુમરાણ પણ ના પાડતા હોવા જોઇએ કે મને ન્યાય નથી મળતો....એટલે આજે માણસ માણસ બને તોય ઘણું છે...

Friday, October 20, 2017

નવા વર્ષે શું સંકલ્પ લેશો ?

નવા વર્ષની સવાર હું મોટા ભાગે ઓફિસમાં ઉજવાય તેવું માનું છું...જો કે મારા ગામડે પરીવાર સાથે જવાનુ થાય તો પણ એક વખત હું ઓફિસના કામ ફોનથી પણ કરી લેવામાં માનું છું..આ પાછળનુ મારૂું માત્ર અંગત મત એવો છે કે નવા વર્ષે જો તમે જોશથી કામ કરો તો આખા વર્ષ દરમિયાન કામ કરતા રહો(આ માત્ર મારૂં અંગત માનવું છે )જો કે નવા વર્ષે હું મારી રૂટીન પુજા પાઠથી હટીને થોડું માતાજી પાસે માંગવાનો પણ પ્રયાસ કરતો હોવ છું..(સામાન્ય રીતે માતાજીની પાસે હું માંગતો નથી હોતો,માતાજીએ મને વગર માંગ્યે ખુંબ આપ્યું છે...અને એનો સદાય હું ત્રુણી રહીશ ) પણ નવા વર્ષે હું અચુક માતાજી પાસે માગું છું..અને હું ઇચ્છું છું કે દરેક નાગરીકે પોત પોતાના દેવી શકિત પાસે આ દિવસે માંગવું જોઇએ..જો કે હું કોઇ ભૌતિક સુખ સુવિધા નહી પરંતુ વર્ષ દરમિયાન મારાથી બીજાનુ ખરાબ ન થાય અને બને ત્યાં સુધી સારા કર્મો થાય તેવી માંગ હુ માતાજી પાસે કરતો હોવ છું..આ જે બ્લોગ લખવાનો એટેલે વિચાર આવ્યો કે ઘણા લોકો મને પુછતા હોય છે કે યાર તારી સફળતા પાછળ રાઝ શું છે...( જો કે હું હજુ પણ એવું માનું છું કે હું કોઇ સફળ નથી ,હું માત્ર મજૂરી કરુ છું ,છતાં મારા મિત્રો અને મને નજીકથી ઓળખનાર લોકો એવું જરુર માને છે કે હું નાની ઉંમરમાં એક પ્રતિષ્ઠિત ચેનલનો એડિટર બની ગયો છું એટલે હું સફળ છું ) ત્યારે હું હંમેશા એમને પ્રત્યુતર આપું છું કે હું સફળ નથી પણ છતાં તમને લાગે છે તો હું બે વાતમાં જરૂર માનું છું  એક તો કોઇ નું ખરાબ નહી કરવાનું અને બીજુ કે હાર્ડ વર્ક કરવાનુ...મિત્રો હાર્ડ વર્કનો કોઇ વિકલ્પ નથી હોતો એવો હું અચ્ચુક પણે માનું છું...પણ મને જૌ સૌથી આકર્ષે છે તો આ વાક્ય કે હું હંમેશા માતાજી અને ભગવાન પાસે પ્રાથનામાં એક  વચન અવ્શય માંગતો હોવ છું કે મારા હાથથી કોઇનો ખરાબ ન થાય,હું કર્મના સિદ્ધાતમાં અચુક માનું છું..હું લક્ષ્મીજી કરતા સરસ્વતિની પુજામાં માનું છું...કારણે હું લક્ષ્મીથી લલચાતો નથી પરંતુ હા માં સરસ્વિતને હંમેશા એવી પ્રાથના કરું છું કે માં તું મારી જીભે સદાય રહે જે...હું મારી (મારી એટલા માટે કહું છું કે ક્યારેય કામઇ માંને યાદ કરી હોય અને સાદ ન મળ્યો હોય તેવું બન્યું નથી )કામઇ માં,સોનલમાં અને નાગબાઇમાં માં ખુબ વિશ્ર્વાસ ધરાવું છું...અને હું કોઇનું પણ ખરાબ કરવાનુ તો દુર વિચારું તો પણ માતાજીઓ નારાજ થશે તેવું હું અંગત રીતે માનું છું...આથી નાની જિંદગીમાં બીજાનુ ભલુ કરી શકીએ તો એનાથી ઉતમ કોઇ કામ નથી,વીટીવી પર સાંજે આઠ કલાકે આવતા મારા પ્રગ્રામને લઇને હજારો લોકોના જયારે મેસેજ કે ફોન કોલ આવે અને તેઓ અજાણ્યા છતાં પણ એવી વાત કરે કે ઇસુદાન ભાઇ તમે નિષ્પક્ષ તરીકે જનતાના ભલા માટે બોલ્યા તે બદલ આભાર ત્યારે ખરેખર પરંમ આનંદની લાગણીનો અનુભવ થાય.( જો કે પોતાની જાતને ઘણા હોશીયાર માનતા અને કોઇ પાર્ટી,પક્ષ કે વ્યકિતને પોતાના માનતા લોકો નારાજગી પણ વ્યકત કરતા હોય છે,કારણ કે તેઓ તેની પાર્ટીની ચશ્મા પહેરીને આ જોતા હોય છે,જેની આપણે પરવા કરવાની નથી હોતી.)..મિત્રો હું ખરાબ કર્મથી બહું જ ડરૂં છું..કારણ કે ભગવાને આપણને ખરાબ કર્મ માટે આ ધરતી પર નથી મોકલ્યા કારણ કે એક વાત આપણે જરૂર સ્વીકારવી પડે કે જેનો જન્મ થાય છે તેનો મૃત્યુ નિશ્ર્ચિત છે,આપણે કેટલું જીવવાના છે તે આપણને ખબર નથી,જે શરિર આપણો છે તેને પણ આપણે છોડી દેવાનું છે,એટલે કે ભૌતિક સુખનો જે અનુભવ શરિર કરે છે તેને પણ આપણે છોડી દેવાનુ હોય તો પછી આપણે ખોટી લક્ષ્મી કે ભૌતિક સુખ પાછળ આંધણી દોટ શુ કામ મુકવી જોઇએ,અને તે પણ ખરાબ કર્મ કરીને ..એટલે આજે બ્લોગ લખવાનુ મન એટલે થયું કે આજે જે પણ રીડર બીરાદરોને નવા વર્ષની ઉજવણી કરી હોય તેઓએ એક સંકલ્પ જરૂર લેવો જોઇએ...અને એ તેવો સંકલ્પ હોવો જોઇએ કે જે માત્રને માત્ર તમારા મૃત્યુ પછી પણ તમને મદદ કરે...અને શાસ્ત્રોનુ માનીએ તો એ કર્મ છે...એટલે કે આજે દરેકે કોઇનો ખરાબ ન કરવાનુ સંકલ્પ લેવો જોઇએ...ભગવાન કોઇનું પણ આપણા હાથે ખરાબ ન કરાવે...સાથે સાથે વધુને વધુ આપણે પ્રામાણીક બનીએ..જો આપણે પ્રામાણીક હશું તો અને તો જ આપણે બીજા પાસેથી એ અપેક્ષા રાખી શકશું....આથી આજે જો આ દેશને જરૂરીયાત છે તો એવા યુવા પ્રામાણીક લોકોની છે..ભલે તમે ડોકટર બનો પરંતુ તમારા વ્યવસાયમાં જો તમે ડીલીવરીના નામે ખોટી રીતે સીઝેરીયન કરીને પેટ ચીરીને 30000 રુપિયા કમાશો તો  તમે એવો પાપ કરી રહ્યા છો કે જેનો બદલો કર્મના સિદ્ધાંત પ્રમાણે તમારે આપવો પડશે...તમે ભલે કરોડો રુપિયા કમાઇને ગામમાં વ્હાઇટ કોલરથી  રિબિનો કાપીને ફરતા હશો પરંતુ તેનાથી ભગવાન અથવા તો તમારા ઇષ્ટ દેવ એનાથી પણ આગળ ખુદ તમારો આત્મા રાજી નહી હોય..અને જો આત્મા જ રાજી ન હોય તેવો અપ્રામાણીક ધંધો શું કામ કરવું પડે....તમે આઇએએસ અને આઇપીએસ બનીને લોકોનો રોડ મોડેલ બન્યા હશો પરંતુ જો તમે પ્રામાણીક ન બનીને ખોટું કામ કરતા હશો તો તમે ભગવાન કે તમારા ઇષ્ટદેવને પણ સારા નહી લાગો ઉલ્ટાનુ વધુ ખરાબ કર્મ કરીને તમે તમારા પરીવારને પણ નુકશાન પહોંચાડશો...આપણા પુર્વજો પંચનું ક્યારેય ખાતા નહી અને એટલે જ તેઓ પીરવાર સાથે ખુબ જ ખુશ રહી શકતા,એક વચનના કારણે જીવ દેતા પણ અચકાતા નહી...આજે સવારથી ખોટું બોલવાનુ શરૂ કરીને સાંજે સુવા જઇએ ત્યાં સુધીમાં દશ લોકોને મામું બનાવીને પણ ઉપરથી ગર્વ લઇએ ..એ ખરેખર કર્મ સિદ્ધાતની દ્રષ્ટીએ ખુબ જ ખરાબ છે...તમે જોતા હશો કે ચાર રસ્તા આવે ત્યારે નાના બાળકો ભીખ માંગતા હશે ..ક્યારેય વિચાર આવ્યો કે તેઓ કેમ ભીખ માંગે છે...મને બહુ ખબર નથી પણ હું અનુમાન એવું કરું છું કે એ કદાચ ગયા જન્મના કર્મ હશે કે ભગવાને મોકો આપવા છતાં પણ તેઓ સારૂુ કરવાને બદલે પોતાના ઘર ભર્યા હશે...જો કે તો પણ આપણે તો તેમની પર દયા જ ખાવી ઘટે કારણે કે તમારા દશ રુપિયાથી પણ તેમના પેટની આંતરડી ઠરતી હશે તો તેનો પણ પુન્ય મળશે..ઘણા લોકો એવા બહાના કાઢતા હોય છે કે ભીખ માંગે છે તેના કરતા કામ કરતા હોય તો અને એટલે તેઓ પોતાના ગજવા માંથી દશ રુપિયા પણ કાઢતા નથી હોતા..તેવા મિત્રોને મારે કહેવાનુ કે એવું કેમ નથી વિચારતા કે ભગવાને આપણને મંદિરના બદલે આ ભુખ્યા લોકોને કંઇક આપવા માટે મોકો આપ્યો હશે,....કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે બને તેટલું આપણે સારું કરીએ જો ન થાય તો પ્રયાસ જરૂર કરીએ...તમે વિચાર કરો કે આ દેશમાં માત્ર એક વર્ષ માટે પણ જો તમામ નાગરીક પ્રામાણીક બની જાય તો એક પણ માણસ દુખી કે ગરીબ ન રહે...કારણ કે તમે જે રેશન કાર્ડ કઢાવવા જવાના છો ત્યાં મામલતદાર પ્રામાણીક હશે તમારે એક પણ રુપિયો ખર્ચ નહી કરવો પડે,તમે પોતે પ્રામાણીક હશો તો તમે ખોટી સહાય લેવાને બદલે જે ગરીબ અને સાચો હક્કદાર છે તેનુ નામ ચિંધશો એટલે પેલા ભાઇને મદદ મળી રહેશે,તમે નેતા હશો અને પ્રામાણીક હશો એટલે ગ્રાન્ટની રકમમાં એક પણ પાઇ કમીશન ન લઇ પુરતા નાણાં ખર્ચશો.,પ્રામાણીક અધિકારી લાંચ ન લઇ જે સાચો હશે તેને મદદ કરશે એટલે ખોટા રુપિયાના જોરે શેખી મારતા વ્યકિતને પણ એમ થશે કે હવે ખોટું નહી ચાલે અને સાચાને ન્યાય મળશે,તમે શિક્ષણ કે આરોગ્યનો વેપાર નહી કરો તો ઓટોમેટીકલી જરુરુિયાત વ્યકિતને તેનો લાભ મળશે અને કોઇ આપણા ભાઇ કે બહેન પૈસાના અભાવે મૃત્યુ નહી પામે ...તો કેટલા આશિર્વાદ તમને મળશે...કરોડ રુપિયા ખોટી રીતે કમાવીને લાખ રુપિયો દાન કરી પાંચ મુર્ખ લોકોની વાહવાહી મેળવવા કરતા પ્રામાણીક રહી ભગવાનની વાહવાહી મેળવવી વધારે ઉતમ છે...એક ચેનલના એડિટર તરીકે જ્યારે હું કોઇ ન્યૂઝ લેતો હોંવ ત્યારે મારો ઉદેશ્ય માત્ર ને માત્ર સચ્ચાઇ બતાવવાનો હોય છે..પરંતુ આજે એટલી હદે પક્ષાપક્ષીએ જોર પકડ્યું કે પાર્ટીના કાર્યકરોથી માંડીને પોતાને જાણે કે પાર્ટીના પ્રમુખ સમજતા એવા ઘણા લોકો સીધા આક્ષેપ કરતા જરાય પણ ખચકાટ અનુભવતા નથી...મને તો એ વાતનુ હસવું આવે છે કે ક્યારેક તો એવા ફોન આવે કે યાર તમે તો ભાજપના ચેલા હોય તેવું લાગે છે,ઘણા તો તમે કોંગ્રેસી લાગો છો...અરે ભાઇ તમે તમારા પક્ષની ચશ્મા ઉતારીને જુવો અમે મનુષ્ય છીએ અને તે પણ પ્રામાણીક ..તમારી જેમ આક્ષેપો કરવા કરતા ઉંડાણથી સત્ય ચકાસવાની અમે તસ્દી લીધી છે...આવા વ્યકિતોને હું ક્યારેક સિરિયસલી લેતો નથી પરંતુ ક્યારેય મોઢામાંથી શબ્દો જરૂર નીકળી જાય કે તમે તમારા ઇષ્ટદેવના સોંગદ ખાઇને કહો કે તમે કયારેય ખોટું નથી કર્યું ..અને જો કર્યું છે તો તમને અધિકાર નથી બીજા પર આક્ષેપ કરવાનો...તમે તમારું ઘર કે પાર્ટી યોગ્ય રીતે સંભાળતા નથી અને બીજા પર સીધા આક્ષેપ કરતા સહેજ પણ સંકોચ નથી થતું....કહેવાનો મતલબ કે દુનિયા વિચાર્યા વગર પ્રતિભાવો આપવામાં માને છે..કોઇ વ્યકિત ,પાર્ટી કે સમાજનો ભક્ત થવા કરતા ભગવાનનો ભકત બનશે તો આ પરિસ્થિતિમાં પણ તમે સાચું શું અને ખોટું શું એ સમજી અને વિચારી શકશો...હું મારા મહામંથન પ્રોગ્રામમાં હંમેશા સત્ય અને સચ્ચાઇ,ખાસ કરીને જનતાના હીત માટે ચર્ચા કરતા હોવ છું  ત્યારે મારે કોઇ પક્ષ કે નેતાથી ડરવાની જરૂર નથી હોતી કારણ કે જો તમે સત્ય પીરસી ન શકતા હોવ તો તમને ખોટું પીરસવાનુ કોઇ અધિકાર પણ નથી. છતાં પણ ઘણા લોકોને સારૂ લાગશે ઘણાને ખોટું...કારણ કે જેવી જેની બુદ્ધી હશે તેવો તે વિચારશે..આપણું કામ સાચું પીરસવાનુ છે.....એટલે આજે નવા વર્ષ મિત્રોને મારે વિનંતી કરવી છે કે આજે સંકલ્પ લો તો પ્રામાણિક બનવાનો લેજો.કર્મના સિધ્ધાતને વળગી રહેવાનો લેજો.,ભક્ત માત્ર ભગવાનના કે ઇષ્ટદેવને બનાવવાના લેજો..