Sunday, April 17, 2011

आज की हकीकत

હું માણસ થયો છું કહેવા પુરતો પરંતુ રાક્ષશ થી પણ બદતર છું,
ક્યાંક ભ્રસ્ત નેતા છું ,તો ક્યાંક ભ્રસ્ત અમલદાર અને ક્યાંક લુંટેરો ઉદ્યોગપતિ છું,
સુટ બુટ અને સફેદ કપડા માં , સોહામણો થઇ ને ફરું છું,
અવનવી કારો માં બેસી ને , મોટા સમારભો માં માન મોભા થી રીબીનો કાપું છું,
દુનિયા ને લાગુ છું હું દાન આપવા વાળો દાનેશ્વરી,પરંતુ ભોળી પ્રજાને અનેક રીતે લુટું છું,
પળે કોઈ ઈમાનદાર સામો મારી ,તો તેને બીજા થાકી મોત ને ઘાટ ઉતારું છું,..
.હું માણસ થયો છું કહેવા પુરતો ,પરંતુ રાક્ષશ થી પણ બદતર છું, ....
શિક્ષણ થી માંડી ને લોટ પાણી માં હું બેઈમાનીથી કરોડો કમાવું છું,
જેતે ખાતા ઓના સામે આવતા ભાસ્તાચારી ઓ ને હું થોડું ખવરાવતો જાવું છું.
હું માણસ થયો છું કહેવા પુરતો પરંતુ રાક્ષશ થી પણ બદતર છું,---ઇસુદાન ગઢવી